અમદાવાદમાં પાશવી ગેંગ રેપ, 24 વર્ષની યુવતીને ઉઠાવી જઈ આપી ઘેનની ગોળીઓ. ક્યા વિસ્તારમાં ગોંધી રાખીને વારંવાર કર્યો રેપ ?
ત્રણ નરાધમોએ પોતાની હવસ સંતોષવા મહિલાનું દાણીલીમડામાંથી અપહરણ કર્યુ હતું અને ત્યારબાદ તેને બહેરામપુરા તથા ખોડિયારનગરમાં ગોંધી રાખીને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ ઘેનની 15 ગોળીઓ અલગ અલગ સમયે તેને ખવડાવી હતી.
અમદાવાદઃ અમદાવાદમાં ગુના ખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઉંચે ચડી રહ્યો છે. શહેરમાં એક પરિણીતા સાથે ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી. 24 વર્ષીય પરિણીતાનું દાણીલીમડામાંથી અપહરણ કરવામાં આવ્યા બાદ તેને બહેરામપુર તથા ખોડિયારનગરમાં ગોંધી રાખવામાં આવી હતી. જે સંદર્ભે રાજુ સોલંકી, ઈમરાન અને શકીલ નામના ઈસમો સામે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
આ ઘટનાની મળતી વિગત પ્રમાણે શહેરમાં રહેતી પરિણીતા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. ત્રણ નરાધમોએ પોતાની હવસ સંતોષવા મહિલાનું દાણીલીમડામાંથી અપહરણ કર્યુ હતું અને ત્યારબાદ તેને બહેરામપુરા તથા ખોડિયારનગરમાં ગોંધી રાખીને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ ઘેનની 15 ગોળીઓ અલગ અલગ સમયે તેને ખવડાવી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
મહિલા બેભાન અવસ્થામાં હતી ત્યારે ત્રણેય આરોપીઓ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને આ અંગે ખબર ન પડે તે માટે હત્યા કરી દીધી હતી.
મધ્ય ગુજરાતના આ મોટા શહેરમાં 4 દિવસનું લોકડાઉન, શુક્રવાર સુધી રહેશે બધું બંધ.....
ગુજરાતમાં લોકડાઉન લાદવું જોઈએ કે નહીં ? જાણો C.R. પાટિલે શું કહ્યું ?
Coronavirus Pandemic: અમેરિકાએ તેમના નાગરિકોને ભારતમાં જતાં પહેલા શું કરવાનું કહ્યું ? જાણો વિગત