Coronavirus Pandemic: અમેરિકાએ તેમના નાગરિકોને ભારતમાં જતાં પહેલા શું કરવાનું કહ્યું ? જાણો વિગત
અમેરિકાના સીડીસીએ તેમના દેશના નાગરિકોને ભારતની યાત્રા નહીં કરવાનું કહ્યું છે. અમેરિકાએ કહ્યું, ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે.
વોશિંગ્ટનઃ દેશમાં કોરોના મહામારી વિકરાળ રૂપ ધારણ કરી ચુકી છે. કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) એટલી ભયાનક છે કે રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશમાં કોરોનાના વધતાં પ્રકોપ બાદ હવે અમેરિકા-બ્રિટન સહિત અનેક મોટા દેશોએ ભારતને લઈ મોટા પગલા ભર્યા છે.
અમેરિકાના સીડીસીએ (CDCA USA) તેમના દેશના નાગરિકોને ભારતની યાત્રા નહીં કરવાનું કહ્યું છે. અમેરિકાએ કહ્યું, ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ સ્થિતિમાં અમે નાગરિકોની ચિંતા કરીએ છીએ અને આ ખતરનાક પરિસ્થિતિમાં ભારતની મુસાફરી કરવાથી બચવાની અપીલ કરીએ છીએ. જો તેમ છતાં જવાનું જરૂરી હોય તો રસીકરણ થયેલું હોવું જોઈએ. જોકે રસી લીધી હોવા છતાં કોરોનાના ફેલાઇ રહેલા વેરિયન્ટ્સથી સંક્રમિત થવાનો ખતરો રહે છે.
આ પહેલા બ્રિટને પણ ભારતને રેડ લિસ્ટમાં નાંખ્યું હતું. ન્યૂઝીલેન્ડે પણ ભારતથી આવતા તેમના દેશના કે ભારતીયો પર પ્રતિબંધ મુકી દીધો હતો.
દેશમાં છેલ્લા પાંચમા દિવસમાં 10 લાખથી વધુ કેસ
દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
સોમવારે કેટલા નોંધાયા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે