શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ટ્રાફિક પોલીસને થયો કોરોના, PSI સહિત સાત પોલીસકર્મી હોમ ક્વોરેન્ટાઇન
અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે કોરોના વોરિયર્સને પણ કોરોના થતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. આજે અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોન્સ્ટેબલને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ સાથે તેમની સાથે ફરજ બજાવતા હેબતપુર પોલીસ ચોકીના PSI સહિત સાત પોલીસ કર્મચારીઓને હોમ કોરન્ટાઈન કરાયા છે.
કોન્સ્ટેબલને હાલ તો સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ગઈ કાલે વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત દાહોદમાં પણ કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion