(Source: ECI/ABP News/ABP Majha)
એન્ટીબાયોટિક મેડિસિન ખરીદતા પહેલા સાવધાન, દવામાંથી મળ્યો ચોકપાવડર! નકલી દવાનું મસમોટુ કૌભાંડ ઝડપાયું
અમદાવાદમાંથી નકલી દવાનુ મસમોટું કૌભાંડ ઝડપાયું છે. ફૂડ એંડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે 17થી 18 લાખ જેટલો નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. એંટી બાયોટીક દવાના નામે નકલી કારોબાર ચાલતો હતો
અમદાવાદમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી દવાનું મસમોટુ કૌભાંડ ઝડપાયુ છે. 18 લાખથી વધુનો નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. દવાની તપાસ કરતા એટી બાયોટીકની દવામાં ચોક પાવડર નીકળ્યો હતો. એટલે કે, એંટી બાયોટીકના નામે ગ્રાહકોને પધરાવવામાં આવતો હતો ચોક પાવડર.રાજ્યના ફૂડ એંડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ ખાડિયાના વાડાપોળમાં બનાવટી દવા વેચતા તત્વોની પોલીસે અટકાયત કરી છે. તપાસમાં POSMOX CV 625 દવાના કુલ 99 બોક્ષ મળી આવ્યા મળી આવ્યા છે. ખિમારામ સોદારામ કુમ્હારની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. સમગ્ર ધટનાની વાત કરીએ તો તે વટવાના અરુણસિંહ અમેરા પાસેથી દવા ખરીદતો હતો. અરુણસિંહ અમેરા ઈસનપુરના વિપુલ દેગડા પાસેથી દવા ખરીદતો હતો. વિપુલ દેગડાના ત્યાથી જુદી જુદી બનાવટી દવાઓ મળી આવી હતી. વિપુલ દેગડા નવરંગપુરના દર્શન કુમાર પ્રવિણચંદ પાસેથી દવા ખરીદતો હતો. વિપુલ દેગડા પ્રવિણ પાસેથી વગર બિલે દવા મેળવતો હતો, ઉપરાંત વિપુલ દેગડાની મોબાઈલની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જુદા જુદા શહેરોમાં મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે દવા સપ્લાય કર્યાનો ખુલાસો પણ થયો છે. નકલી દવાની ચકાસણી માટે અમદાવાદ સહિત નડિયાદ, સુરત, રાજકોટમાં પણ રેડ પાડવામાં આવી છે. અમદાવાદના સરખેજ, દાણીલીમડામાં પણ તપાસ હાથ દરવામાં આવી છે. નકલી દવાના કૌભાંડમાં કુલ 10.50 લાખનો બનાવટી દવાનો જથ્થો ઝડપાયો છે. ઉલ્લેખનિય છે કે આ કૌભાડ આચનાર આરોપીઓ બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે કામ કરતા હતા અને બનાવટી દવાનો જથ્થો ડોક્ટરો સુધી પહોંચાડતા હતા.
આ પણ વાંચો
ODI World Cup 2023: આજે ભારત-ન્યુઝીલેન્ડની ટ્કકર, જાણો કેવો રહેશે પિચનો મિજાજ
Israel-Hamas War: ગાઝા બાદ હવે વેસ્ટ બેંકમાં ઇઝરાયેલની એરસ્ટ્રાઇક, જાણો 10 મોટા અપડેટ્સ
Upcoming IPOs: રોકાણકારો માટે કમાણીનો મોટો મોકો, આવતા સપ્તાહે આ 5 કંપનીના આવી રહ્યા છે IPO
Rajasthan Congress Candidates List: રાજસ્થાનમાં કૉંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કઈ બેઠક પરથી લડશે સચિન પાયલટ