(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad:વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કાઢશે, જાણો કઈ તારીખે શરૂ થશે યાત્રા
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એવું કહેવાય છે કે આ વર્ષે વહેલી ચૂંટણી આવશે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ પણ કામે લાગી ગઈ છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એવું કહેવાય છે કે આ વર્ષે વહેલી ચૂંટણી આવશે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ પણ કામે લાગી ગઈ છે. હવે સમાચાર સામે આવ્યા છે કે, ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કાઢશે. મળતી માહિતી અલગ અલગ 5 ઝોનમાં યાત્રા નીકળશે. 7 ઓક્ટોમ્બરથી યાત્રાની શરૂઆત થશે. કેન્દ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ આ યાત્રામાં હાજર રહેશે.
ગુજરાત ચૂંટણીને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન
ગુજરાત ચૂંટણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીને લઈને ભાજપ પ્રેદશ અધ્યક્ષે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની મારી પાસે સત્તા નથી. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 20 થી 22 ઓક્ટોબર આસપાસ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ગુજરાત ચૂંટણીની તૈયારીને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર આજે ગાંધીનગરમાં છે.
આણંદ જિલ્લાના નવા કાર્યલય કમલમનું લોકાર્પણ પ્રસંગે સી. આર. પાટીલે આ વાત કહી છે. Cm ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા પેજ સમિતિ સ્નેહ મિલન સભા પણ યોજાઈ હતી. પેજ સમિતિ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રહ્યાં ઉપસ્થિત હતા. આણંદ અક્ષર ફાર્મ ખાતે 30,000 થી વધુ પેજ સમિતિ ના સભ્યો નું સ્નેહ મિલન કાર્યકમ પણ યોજાયું હતું. 3 કરોડ 41 લાખ નાં ખર્ચે અદ્યતન સુવિધા સજ્જ આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું.
કેજરીવાલની મોટી જાહેરાત
જરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. 25 સપ્ટેમ્બરે કેજરીવાલે કહ્યું, યુવાઓએ રોવું નહીં, લડવું જોઈએ. ભગતસિંહે આવા ભારત માટે શહીદી નહોતી વહોરી. કોંગ્રેસ તો ભજપથી પણ ખરાબ, હવે ઓપશનની મજબૂરી નથી, રોજગાર મળશે.
પંજાબનો એક મંત્રી કોઈની પાસે પૈસા માંગતો હતો, તેને હટાવી દેવાયો. ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છે. અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.
ગુજરાતમાં ગોટાળા થાય ને ભાજપવાળા મનીષ સિસોદિયાને ત્યાં રેડ કરેઃ કેજરીવાલ
ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે. ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા અને ભાજપ વાળા મનીષ સિસોદિયાના ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે.