અમદાવાદની આ જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 35 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા
ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે.
![અમદાવાદની આ જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 35 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા Corona test of 118 people was done in IIM on Wednesday, corona reports of 35 people came positive અમદાવાદની આ જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 35 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/27/29ac3a80ba262d3dc15d373570e33545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ IIMમાં થયો કોરોના વિસ્ફોટ. બુધવારે IIMમાં 118 લોકોના ટેસ્ટ કરાયા છે. જે પૈકી 35 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા. જ્યારે એક સપ્તાહમાં જ 84 પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ એપ્રિલ માસમાં જ IIMમાં 157 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશને અલગ અલગ દિવસો દરમિયાન ટેસ્ટ કેમ્પ લગાવ્યા હતા.
જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા. 1 સપ્ટેમ્બર 2020થી 21 એપ્રિલ 2021 સુધીમાં IIMAમાં કુલ 5 હજાર 442 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 383 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 160 વિદ્યાર્થીઓ, 9 પ્રોફેસર, 27 ઓન કેમ્પસ અને 62 ઓફ કેમ્પસ સ્ટાફ, 36 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 89 કોમ્પ્યુનીટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 25, મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8, જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5, બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 4821, સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણા-495, સુરત-491, વડોદરા કોર્પોરેશન-475, રાજકોટ કોર્પોરેશન- 397, જામનગર કોર્પોરેશન-307, વડોદરા-256, બનાસકાંઠા-227, ભરુચ-206, જામનગર-202, કચ્છ-200, પાટણ-185, ગાંધીનગર કોર્પોરેશન-171, ભાવનગર કોર્પોરેશન-149, તાપી-135, રાજકોટ-119, ખેડા-117, દાહોદ-115, સાબરકાઠા-112, ભાવનગર - 111, ગાંધીનગર-110, નર્મદા-110, અમરેલી-98, જુનાગઢ--95, જુનાગઢ કોર્પોરેશન-93, નવસારી-93, પંચમહાલ-93, અમદાવાદ-85, વલસાડ-82, સુરેન્દ્રનગર-80, આણંદ-72, મોરબી, મહીસાગર-62, ગીર સોમનાથ-61, અરવલ્લી-59, પોરબંદર-42, બોટાદ-31, ડાંગ-28, દેવભૂમિ દ્વારકા-28 અને છોટા ઉદેપુરમાં 21 લોકોના મૃત્યુ થયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,93,538 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 16,22,998 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,07,16,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)