શોધખોળ કરો

PMJAY: આ તારીખથી ગુજરાતના નાગરિકોને PMJAY યોજના અંતર્ગત મળશે 10 લાખનું વીમા કવચ

ગાંધીનગર: PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી ૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે.

ગાંધીનગર: PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી ૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ રાજ્યની ભાજપ સરકારે વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. 

PMJAY: આ તારીખથી ગુજરાતના નાગરિકોને PMJAY યોજના અંતર્ગત મળશે 10 લાખનું વીમા કવચ

ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે ૧.૭૮ કરોડ ગુજરાતમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયું છે. હાલ ગુજરાતમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલા પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે. 

રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. મંત્રીએ ઉમેર્યુ કે,આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાતમાં અંદાજીત ૩૯ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે(વર્ષ ૨૦૧૮ થી તા. ૨૬.૦૬.૨૩ સુધી). આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂ. ૮,૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. નોંધનીય બાબત છે કે, પ્રવર્તમાન વર્ષમાં રૂ.૨૮૦૦ કરોડની રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજીત રૂ.૩૫૦૦ કરોડ રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થવાનો અંદાજ છે. 

ગુજરાત સરકારે કરી 3 મોટી જાહેરાત

હાલમાં સમગ્ર દેશમાં યુસીસીને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો તેમના સમર્થનમાં છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે, તો બીજી તરફ યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ઈરાદો જાહેર કર્યો છે.  કમિટીની રચના કરવામાં આવશે અને કમિટી દ્વારા સૂચનો મેળવવામાં આવશે. સૂચનોના આધારે નિર્ણય લેવામાં આવશે.

બહુચરાજી મંદિરની ઉંચાઈ વધારવામાં આવશે

આ ઉપરાંત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, બહુચરાજી મંદિરની ઉંચાઈ વધારવામાં આવશે. 50 ફૂટથી 86 ફૂટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર આ મંદિરના નવીનીકરણ માટે રૂપિયા 70 કરોડ વાપરશે. તેમણે કહ્યું કે, બહુચરાજી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
Advertisement

વિડિઓઝ

Surat Suicide Case : સુરતમાં 27 વર્ષીય યુવકે કરી લીધો આપઘાત, ઇન્સ્ટા પર ઠાલવી વ્યથા
Sabarkantha Protest : સાબરકાંઠામાં પશુપાલકોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
Botad Car Flooded : બોટાદમાં કોઝવે પરથી કાર તણાતા 2ના મોત, BAPSના સ્વામી લાપતા
Shankar Chaudhary: કાંતિ અમૃતિયાના રાજીનામા મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન
Morbi Congress Protest: અમૃતિયા ગાંધીનગરમાં , બીજી તરફ મોરબીમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Nipah Virus: કેરલમાં વધુ એક મોતથી હડકંપ, નિપાહ વાયરસનો મંડરાઈ રહ્યો છે ખતરો
Nipah Virus: કેરલમાં વધુ એક મોતથી હડકંપ, નિપાહ વાયરસનો મંડરાઈ રહ્યો છે ખતરો
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
પાકિસ્તાનમાં રામાયણની ગુંજ: કરાચીમાં મુસ્લિમ કલાકારોએ કર્યું મંચન, 'જય શ્રી રામ'ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો
પાકિસ્તાનમાં રામાયણની ગુંજ: કરાચીમાં મુસ્લિમ કલાકારોએ કર્યું મંચન, 'જય શ્રી રામ'ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો
Embed widget