Morbi Congress Protest: અમૃતિયા ગાંધીનગરમાં , બીજી તરફ મોરબીમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ
Morbi Congress Protest: અમૃતિયા ગાંધીનગરમાં , બીજી તરફ મોરબીમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ
મોરબીથી ગાંધીનગર સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે મોરબીમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. લલિત કગથરાની આગેવાનીમાં કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો. મોરબીમાં મહાનગરપાલિકા ઘેરાવનો કોંગ્રેસે પ્રયાસ કર્યો હતો. મોરબી મહાનગરપાલિકા બહાર પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરજાદા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કગથરા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસે કહ્યું કે મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે. શહેરના રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. મોરબીની જનતા પ્રશાસનના પાપે પરેશાન છે. મોરબી પાલિકાની કચેરીમાં તાળાબંધીની કોંગ્રેસે ચીમકી આપી હતી. મોરબીમાં ગટરીયા પાણીની મોટી સમસ્યા છે. નાગરિકોની રજૂઆત છતાં પ્રશાસન સાંભળતું નથી.





















