રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ પણ તાપમાનનો પારો વધવાની સંભાવના છે. અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા અને પાલનપુરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.
શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, સુરેંદ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, સુરેંદ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. જ્યારે સોમવારે અને મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણઆ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે. રાજ્યમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો અમદાવાદની સાથે અમરેલી, ભૂજ અને સુરેંદ્રનગરમાં ગરમીનું 42 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ગાંધીનગર, ડીસા અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 39.8 ડિગ્રી અને કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો ગુરૂવારે ભૂજ અને સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમીનું 42 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમદાવાદમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આગામી પાંચ એપ્રિલ સુધી અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. રાજકોટમાં ગુરૂવારે ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો ગાંધીનગર અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ડીસામાં ગરમીનો પારો 40.9 ડિગ્રી, અમરેલીમાં 40.7 ડિગ્રી અને વડોદરામાં ગરમીનો પારો 39.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.
અમદાવાદમાં પણ સતત વધી રહેલી ગરમીને લીધે મહાનગર પાલિકાએ આગામી પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. 2 એપ્રિલથી ચાર એપ્રિલ શહેરમાં હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો 41થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. જેથી બપોરના સમયે નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અમદાવાદ મહાનગર પાલિકાએ અપીલ કરી છે.