Rain Forecast: હજુ ખતરો ટળ્યો નથી! હવામાન વિભાગે આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની કરી આગાહી
Rain Forecast: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Rain Forecast: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાત વાગ્યાથી લઈને 10:00 વાગ્યા સુધીમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર,છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના 47 માર્ગો બંધ
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વધુ એક વખત ખંભાળિયા હાઈવે પર જળભરાવની શરુઆત થઇ છે. હાલ ડીપ ડિપ્રેશન ભુજથી 50 કિમી દૂર છે. જેના પગલે પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદનો અનુમાન છે. જુનાગઢ સહિતના પંથકમાં અતિભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં વરસ્યો છે. જેના પગલે દ્વારકા-જામનગર જિલ્લાના ખેતરો બેટમાં ફેરવાયા છે. પરિસ્થિતિને થાળે પાડવા આર્મીની એક કોલમ જામનગર પહોંચી છે, ભારે વરસાદના કારણે જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના 47 માર્ગો બંધ છે.
વડોદરામાં આર્મીની 7 ટીમ તૈનાત
વડોદરાની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડોદરા શહેરમાં પહોંચવા મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા ડમ્પરમાં સવાર થયા હતા.વડોદરાની સ્થિતિ ભારે વરસાદના કારણે વિકટ બની રહી છે. વડોદરામાં સ્થિતિને થાળે પાડવા માટે આર્મીને તૈનાત કરવામાં આવી છે. NDRD-SDRFની વધુ એક એક ટીમ વડોદરા માટે ફાળવાઈ છે. વડોદરામાં હાલમાં આર્મીની કુલ 7 ટીમ તૈનાત છે. જેમાં NDRFની 5 અને DRFની 6 ટીમ તૈનાત છે.
રાજકોટના ઉપલેટામાં SDRFનું દિલધડક રેસ્ક્યુ
રાજકોટના ઉપલેટામાં SDRF ટીમે ગણોદ ગામમાં યુવતીનું કર્યુ રેસ્ક્યુ કર્યું હતું. સાપે ડંખ મારતા યુવતીની તબિયત લથડી હતી. ગણોદ પાસે કોઝ વે પર પાણી ફરી વળતાં યુવતી ફસાઇ હતી. રેસક્યુ બાદ યુવતીને ઇજા પહોંચી હોવાથી 108ની મદદથી યુવતીને હોસ્પિટલ માટે ખસેડાય હતી.
અમદાવાદના અનેક વિસ્તાર જળમગ્ન
સતત 84 કલાક વરસેલા વરસાદથી અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે. બે દિવસમાં અમદાવાદ શહેરમાં 181 વૃક્ષો ધરાશાયી થયા. તો હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી.વરસાદી આફત વચ્ચે NDRF,SDRF સહિતની કેન્દ્રની એજન્સીઓના જવાનોના રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં દિલધડક રેસ્ક્યુ કર્યું 75 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ, તો એકની 108 વાનમાં પ્રસૃતિ કરવાની ફરજ પડી હતી.ધોધમાર વરસાદને પગલે અમદાવાદ એયરપોર્ટના એપ્રન અને ટર્મિનલ-2માં પાણી ભરાતા લોકોની હાલાકી વધી હતી. વરસાદના કારણએ 50થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી.
આ પણ વાંચો...