શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વિજળીના કડાકા સાથે અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદના એસજી હાઈવે પર વરસાદી ઝાપટા શરૂ થયા છે. હાઈકોર્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે એસજી હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
અમદાવાદના નરોડા, બાપુનગર, નિકોલ, કુબેરનગરમાં વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. નરોડા, બાપુનગર , નિકોલ અને કુબેરનગરમાં વરસ્યો છુટો છવાયો વરસાદ. રણાસર, સનાથલ, સાયન્સ સીટી, શેલા, બોપલ ઘૂમા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement