શોધખોળ કરો

અમદાવાદમાં સિવિલ બહાર એમ્બ્યુલન્સમાં જ અપાશે સારવાર, લાઈનો લાગતાં રૂપાણી સરકારે લીધો નિર્ણય

એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓની સૌ પ્રથમ તબીબો તેની હાલત જોશે. જો હાલત ગંભીર જણાશે તો આવા દર્દીને ઓરેંજ ટેગ મારવામાં આવશે.

અમદાવાદમાં કોરોના દર્દીઓને દાખલ કરવા એમ્બ્યુલન્સો (Ambulance)ની લાઈનો લાગી છે. ત્યારે જ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાનું શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આવા દર્દીઓને ડૉકટર ઓન કોલ સુવિધા અંતર્ગત તબીબો સારવાર આપશે. જો દર્દીને જરૂર પડશે તો રેમડેસિવિર અથવા ટોસિલીઝુમેબ ઇન્જેક્શન પણ એમ્બ્યુલન્સમાં જ આપવામાં આવશે. આટલું જ નહીં સૌથી મહત્વનો નિર્ણય ટેગ મારવાનો લેવાયો છે. એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓની સૌ પ્રથમ તબીબો તેની હાલત જોશે. જો હાલત ગંભીર જણાશે તો આવા દર્દીને ઓરેંજ ટેગ મારવામાં આવશે. આ ઓરેંજ ટેગવાળા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે જેની હાલત સ્થિર હશે તેવા દર્દીને ગ્રીન ટેગ મારવામાં આવશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.  

રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5,  બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4,  પાટણ-3, ભરૂચ 2,  ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 5142,  સુરત કોર્પોરેશનમાં 1958, રાજકોટ કોર્પોરેશન- 697, વડોદરા કોર્પોરેશન-598,  સુરત-518, મહેસાણા-444, જામનગર કોર્પોરેશન-336, બનાસકાંઠા-236,  જામનગર-228, કચ્છ-214, વડોદરા-183,  ગાંધીનગર કોર્પોરેશન-161, પાટણ-158,  ભરૂચ 157, ભાવનગર કોર્પોરેશન-148, ગાંધીનગર 115, ખેડા 114, નવસારી 107, ભાવનગર 106, તાપી 103, જૂનાગઢ કોર્પોરેશન 102, જૂનાગઢ 100, દાહોદ 97, પંચમહાલ 97, વલસાડ 95, સુરેન્દ્રનગર 87, અમરેલી 85, અમદાવાદ 84, સાબરકાંઠા 84, મહીસાગર 77, મોરબી 66, રાજકોટ 65, ગીર સોમનાથ 63, અરવલ્લી 55, નર્મદા 52, આણંદ 42, દેવભૂમિ દ્વારકા 39, પોરબંદર 34, છોટા ઉદેપુર 25, બોટાદ 19 અને ડાંગમાં 14 કેસ નોંધાયા હતા.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 91,51,776 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,07,297 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,08,59,073 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
Embed widget