શોધખોળ કરો

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સાંજે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. પીએમ 18મીએ સવારે ગાંધીનગરથી પાવાગઢ જવા રવાના થશે

PM Modi Gujarat visit: પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સાંજે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. રાત્રે અથવા 18મી વહેલી સવારે વડાપ્રધાન મોદી તેમના માતા હીરાબાને મળવા માટે જશે. 18 જૂને હીરાબાના 100 વર્ષ પુરા થશે. જેને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ 18મીએ સવારે 8 વાગ્યે હેલિપેડ ગાંધીનગરથી પાવાગઢ જવા રવાના થશે. પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. બાદમાં વડોદરા ખાતે જનસભાને સંબોધન કરશે.

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આ ઉપરાંત 18 તારીખે વડોદરાથી પ્રધાનમંત્રી મોદી સુરત અને ઉધના રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરશે. સુરત રેલવે સ્ટેશન 1100 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. 1100 કરોડમાંથી રેલવે 800 કરોડ જ્યારે ગુજરાત સરકાર 300 કરોડ આપશે. જ્યારે ઉધના 212 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. સુરત ઉધના સ્ટેશન માટે ટેન્ડરની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.

તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે આખરી ઓપ આપ્યો છે. 5000 પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગ રહેશે. બે હજાર મહિલા પોલીસ ઉપરાંત બહારના બે હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે તૈનાત રહશે. 20 આઇપીએસ, 35 ડીવાયએસપી,100 પીઆઇ બંદોબસ્તમાં તૈનાત રહશે. એસઆરપીની પાંચ કંપની પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 12 ઘોડેસવાર, એનએસજી કમાન્ડો સાથે ચેતક કમાન્ડો અને ક્રાઇમ બાન્ચ, એસઓજી, પીસીબીની ટિમો પણ હાજર રહશે. એસપીજીએ સભા સ્થળ અને રૂટનું નિરીક્ષણ કરી શહેર પોલીસના બંદોબસ્તની વિગતો મેળવી હતી. બૉમ્બ સ્કવોડની 10 ટિમો દ્વારા સભા સ્થળે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પીએમ મોદીના માતાના શતાયુ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. વડનગરના હાટકેશ્વર મંદિર અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદીના પરિવાર દ્વારા જગન્નાથ મંદિરમાં વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. કાળી રોટી ધોળી દાળના ભંડારાનું મંદિરમાં આયોજન કરાયું છે. હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવશે. ભગવાન જગન્નાથજી મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget