શોધખોળ કરો

PM Modi Gujarat visit: PM મોદી દિલ્લી જવા રવાના, એક બાદ એક મેરેથોન બેઠકમાં જાણો શું કરી ચર્ચાં?

PM Modi Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી જવા રવાના થયા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા.. આજે બીજા દિવસે પ્રધાનમંત્રીએ રાજભવનમાં સળંગ બેઠકો યોજી હતી.

PM Modi Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી જવા રવાના થયા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા.. આજે બીજા દિવસે પ્રધાનમંત્રીએ રાજભવનમાં સળંગ બેઠકો યોજી હતી. રાજકીય બાબતો અંગે સરકાર અને સંગઠનની બાબતે ચર્ચા માટે એક બેઠક યોજી હતી. તો બીજી બેઠક રાજ્યના આર્થિક રોડમેપ અંગે ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બંને બેઠકોને લઈ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

રાજભવન પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી રાજભવન પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી હતી. આ બેઠકમાં રાજકીય ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે આ બેઠકમાં સરકાર અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ અને ગુજરાત ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકર હાજર હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રણેય નેતાઓ સાથે પ્રધાનમંત્રીએ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ, સંગઠનમાં ફેરફાર અંગે, મંત્રીમંડળના વિસ્તરણ અંગે, સંસદીય સચિવોની નિમણૂકો અંગે ચર્ચા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રધાનમંત્રીએ મોદીએ ત્રણેય નેતાઓ સાથે દોઢ કલાક ચર્ચા કરી હતી

આ ઉપરાંત લોકસભાની આગામી ચૂંટણીના પ્રચાર અને ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી પીએમને મળવા ગયા ત્યારે બોર્ડ અને નિગમોની નિમણૂક અંગે ચર્ચા થઈ હતી. આ બાબતે આજે મળેલી બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલની નવી સરકાર 100 દિવસ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આ સમય દરમિયાન સરકારના વિવિધ વિભાગોમાં થયેલા અને થનારા કામોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વિધાનસભાની ચુંટણી સમયે ગુજરાતની જનતાને આપેલા વચનો પૈકી કેટલા કર્યો શરૂ થયા અને કેટલા કમો ક્યારે શરૂ થશે તે અંગેની ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રધાનમંત્રીએ મોદીએ ત્રણેય નેતાઓ સાથે રાજભવન ખાતે સમગ્ર વિષય સંદર્ભે અંદાજિત દોઢ કલાક ચર્ચા કરી હતી.

રાજકીય મુદ્દે ચર્ચા પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ અંગે રાજ્યના સિનિયર આઇએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકની અંદર મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, હારીત શુક્લા, આઈબીના ચીફ અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક અંદાજિત 3 કલાક સુધી ચાલી હતી. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ધોલેરા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વેદાંતા કંપની દેશનો સૌથી મોટો સેમીકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરામાં સ્થાપી રહી છે. ધોલેરા એરપોર્ટનું કામ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત રાજકોટમાં બની રહેલી એમ્સની પણ સમીક્ષા કરાઈ હોવાની ચર્ચા છે.

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Post Officeમાં પાંચ વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Officeમાં પાંચ વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
Embed widget