શોધખોળ કરો
અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા AMCના વાહનોમાં તોડફોડ, જાણો વધુ વિગતો
અમદાવાદમાં અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે. શાહપુર વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ મનપાના વાહનોમાં તોડફોડ કરી છે.

અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે. શાહપુર વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ મનપાના વાહનોમાં તોડફોડ કરી છે. દ્વશ્યોમાં જોઈ શકાય છે કે અજાણ્યો શખ્સ ડોર ટુ ડોર કચરો ઉપાડતા વાહનો પર લાકડીથી હુમલો કર્યો છે. ગાડીના કાચ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અન્ય શખ્સ પણ બીજા વાહનને તોડવા માટે યુવકને ગાડી પાસે લઈ જાય છે. અજાણ્યા શખ્સોએ વાહનોમાં તોડફોડ કરતા કૉન્ટ્રાક્ટરે જાણવા જોગ ફરિયાદ કરી છે. જેને લઈ પોલીસે તજવીજ હાથ ધરી છે. સફાઈકામદારો છેલ્લા છ દિવસથી પોતાની માંગને લઈ હડતાળ પર ઉતર્યા હતા. આજે હડતાળનો અંત આવી ગયો છે. મ્યુનિસિપલ નોકર મંડળના સેક્રેટરી કલ્પેશ મકવાણાએ સફાઈકર્મીઓની હડતાળ સમેટાઈ હોવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ત્રણ DYMCની કમિટી બનાવી હતી. અમારા 5માંથી 4 મુદ્દા મંજૂર થયા છે.
વધુ વાંચો





















