11 લાખ રૂપિયાની લાંચ લેતા સાણંદ સબરજીસ્ટ્રાર ઝડપાયા, ACBએ છટકુ ગોઠવી રંગેહાથ ઝડપ્યા
અમદાવાદમાં સાણંદ સબરજીસ્ટ્રાર લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા હતા
અમદાવાદઃ અમદાવાદમાં સાણંદ સબરજીસ્ટ્રાર લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા હતા. સબરજીસ્ટ્રાર જીતેન્દ્રકુમાર પટેલ 11 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જીતેંદ્રકુમાર મહેસુલ વિભાગમાં ફરજ બજાવે છે અને દસ્તાવેજ કરી આપવા બાબતે 18 લાખની રૂપિયાની લાંચ માગી હતી.
જો કે રકઝક બાદ 11 લાખ નક્કી થયા હતા. વચેટીયા મોમીન રીઝવાન ગુલામ રસુલના મારફતે લાંચની માંગ કરી હતી. ફરિયાદેએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ ટ્રેપ ગોઠવી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.
ગુજરાત સરકારે તાપી-પાર લિંક યોજના રદ્દ કરી
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે આદિવાસીઓના રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તાપી-પાર લિંક યોજના પ્રોજેક્ટ
તાપી-પાર લિંક યોજના અંતર્ગત નદીઓનું પાણી દરિયામાં વહી જતું રોકવા માટે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પાર અને દમણગંગા નદીને જોડાણ કરવામાં આવનાર હતી અને આ માટે આ નદીઓ પર 7 ડેમ બનાવવામાં આવનાર હતા. આ 7 ડેમમાં ડાંગ જિલ્લાના ચિકાર ડેમ, પાર નદી પર ઝરી ડેમ, અંબિકા નદી પર ચિકારા અને દાબદર ડેમ અને પૂર્ણા નદી પર કેલવણ ડેમ બનાવવામાં આવનાર હતા. આ 7 ડેમ દ્વારા એકત્ર થયેલા પાણીને દરિયામાં વહી જતું રોકીને ઉત્તર ગુજરાતના પાણીની અછત વાળા વિસ્તારોમાં લઇ જવાનો આ સમગ્ર પ્રોજેક્ટ હતો.
આ 7 ડેમ માટે જમીન સંપાદન કરવામાં આવનાર હતું, અને વૃક્ષો પણ કાપવામાં આવનાર હતા. જેનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યાં હતા. કોંગ્રેસે આ મુદ્દાને આદિવાસીઓ સાથે જોડ્યો અને આંદોલનો કર્યા. આદિવાસીઓ સરકારનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં હતા.