શોધખોળ કરો
Advertisement
Corona Update: અમદાવાદના જુહાપુરામાં પોલીસની ગાડી પર સ્થાનિકોએ કર્યો પથ્થરમારો, જાણો વિગત
સાંજે સાત વાગ્યે મોટી સંખ્યામાં લોકોના ટોળાં બહાર આવતાં ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેમને સમજાવતા ટોળાંએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે જુહાપુરા માર્વેલ બેકરી પાસે આવેલા ગુલાબ નગર અને અપના નગર ખાતે પોલીસ સવારથી જ લોકડાઉનનો કડક અમલ કરાવવી રહી હતી. તેમ છતાં થોડી-થોડી વારે સ્થાનિક રહીશોનાં ટોળાં બહાર નીકળી પડતા હતાં. જોકે સાંજે સાત વાગ્યે મોટી સંખ્યામાં લોકોના ટોળાં બહાર આવતાં ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેમને સમજાવતા ટોળાંએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસની એક ગાડીના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાને ગંભીરતાથી નોંધ લઈ પોલીસ કાફલો જુહાપુરામાં ખડકી દેવાયો હતો. જ્યારે બીજી બાજુ પોલીસે જુહાપુરા ગુલાબનગર અને અપના નગરમાં કોમ્બિંગ કરીને પોલીસ ઉપર હુમલો કરનારા 12 કરતાં વધારે આરોપીઓની ધરપકડ કરી હતી.
પરંતુ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક મેસેજ મોકલતા વેજલપુર પોલીસ સરખેજ પોલીસ વાસણા પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી નોંધ લઈ પોલીસે ગુલાબ નગર અને અપનાનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાર બાદ 10થી વધુ માણસોની ધરપકડ કરી હતી.
આ અંગે વાત કરતા ડીસીપી ડામોરે જણાવ્યું હતું કે, પોલીસ લોકડાઉનનો અમલ કરાવી રહી હતી ત્યારે જ પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે હુમલાખોરો પૈકી 12 કરતાં વધારે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બીજી બાજુ પોલીસ ઉપર થયેલા હુમલાની ગંભીરતાથી નોંધ લઈ જુહાપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ દોડી આવી હતી. આ અંગે વેજલપુર પોલીસે ટોળા વિરુદ્ધ રાયટિંગનો તેમજ પોલીસ ઉપર હુમલો સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement