Ahmedabad: વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશન પર હોબાળો, સર્વરમાં ખામીથી ટિકિટ ન મળતા મુસાફરોનો ફૂટ્યો ગુસ્સો
અમદાવાદના વસ્ત્રાલ સ્ટેશન પર થોડા સમય માટે સર્વરમાં ખામી સર્જાતા ટિકિટ નહોતી મળી. જેના પગલે મુસાફરોએ હોબાળો કર્યો હતો.
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ સ્ટેશન પર થોડા સમય માટે સર્વરમાં ખામી સર્જાતા ટિકિટ નહોતી મળી. જેના પગલે મુસાફરોએ હોબાળો કર્યો હતો. ઝડપથી ટિકિટ ન મળવાના કારણે પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. જો કે, થોડા સમયમાં ફરીથી કોમ્પ્યુટર શરૂ થઈ જતા લોકોને ટિકિટ મળી હતી. આજે રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો મેટ્રોમાં મુસાફરી ફરવા માટે નીકળ્યા હતા. દરેક સ્ટેશન પર લોકો મેટ્રો ટ્રેનમાં બેસવા માટે પહોંચ્યા હતા. ત્યારે વસ્ત્રાલ સ્ટેશન પર આવેલી ટિકિટ બારીમાં ટિકિટ ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.
મેટ્રો અધિકારીના જણાવ્યા મુજબ ટિકિટ બારી ઉપર આવેલા ત્રણમાંથી એક કાઉન્ટરનું કોમ્પ્યુટર બગડી જતાં બંધ થઈ ગયું હતું. બીજા બે કાઉન્ટર પરથી ટિકિટ મળતી હતી. જોકે થોડા સમયમાં જ કોમ્પ્યુટર ફરીથી ચાલુ થઈ જતાં લોકોને ટિકિટ મળી હતી. સર્વર ડાઉન થયું હોય તેવી કોઈ ઘટના બની ન હતી.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે. તલ, મગ, મકાઈ, મગફળી, બાજરી, કપાસ સહિતના ખરીફ પાકોને નુકસાન થયું છે.માત્ર તૈયાર થવાને આરે આવેલા પાકો જ નહી નવરાત્રીમાં વાઢીને ખળામાં પાથરેલ પાકો પણ પલળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમરેલીના સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શહેરમાં સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સહેવાનો વારો આવ્યો છે. વરસાદ પડતા તૈયાર થયેલા પાકોમાં જીવાત પડી, ખેડૂતોની સરકાર પાસે મદદની માગ કરી છે.
છુટોછવાયો વરસાદ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો છે. અમરેલી શહેરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતો ચિંતિત છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુ પડતા વરસાદને કારણે ઘણા પાક નિષ્ફળ ગયા છે. જેને લઈને ખેડૂતોને મોટુ નુકશાન ગયું છે. મગફળીમાં ખૂબ જ નુકશાન થયું છે. પાથરા પર કમોસમી વરસાદ પડી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ખળામાં સૂકવવા મુકેલા પાકને બચાવવા ખેડૂતોને તાડપતરીઓ શોધવામાટે દોડધામ કરવી પડી. સૌરાષ્ટ્રમાં પણ મગફળીનો પાક પલળતા તેની ગુણવત્તા અને જીવાતનો ભય ઉભો થયો છે.