શોધખોળ કરો
અમદાવાદઃ 3 યુવતી અને 5 યુવક મધરાતે કલોલ પાસેના ફાર્મ હાઉસમાં શું કરતાં ઝડપાયાં ?
પોલીસની તપાસમાં માલૂમ પડયું હતું કે અમદાવાદના સાર્થક શાહની બર્થ ડે પાર્ટી નિમિત્તે ઈશાનરાજ ભાટિયાના અઢાણા ગામે આવેલ ફાર્મ-હાઉસમાં પાર્ટી રાખવામાં આવી હતી.
![અમદાવાદઃ 3 યુવતી અને 5 યુવક મધરાતે કલોલ પાસેના ફાર્મ હાઉસમાં શું કરતાં ઝડપાયાં ? What did 3 young women and 5 young men get caught doing at the farm house near Kalol at midnight? અમદાવાદઃ 3 યુવતી અને 5 યુવક મધરાતે કલોલ પાસેના ફાર્મ હાઉસમાં શું કરતાં ઝડપાયાં ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/05154511/farm-house.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ કલોલ પાસેના અઢાણા ગામે આવેલા ફાર્મ હાઉસમાં પાર્ટી કરી રહેલી 3 યુવતીઓ અને 5 યુવકોને સાતેજ પોલીસે ઝડપી લીધા છે. આ તમામ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે પાંચ યુવકો અને ત્રણ યુવતીઓને ઝડપીને તેમની પાસેથી દારૂની બોટલો, મોબાઈલ તથા ત્રણ કિંમતી કારો મળી કુલ રૂપિયા 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલના સાતેજ પોલીસ મથકના જવાનો ગત રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે અઢાણા ગામની સીમમાં આવેલ કર્મભૂમિ 1ના ફાર્મમાં મકાન નંબર 54માં પાર્ટી રાખી છે અને દારૂની મહેફિલ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો ત્યારે પાંચ યુવકો અને ત્રણ યુવતીઓ દારૂબની મહેફિલ માણી રહ્યાં હતાં
પોલીસની તપાસમાં માલૂમ પડયું હતું કે અમદાવાદના સાર્થક શાહની બર્થ ડે પાર્ટી નિમિત્તે ઈશાનરાજ ભાટિયાના અઢાણા ગામે આવેલ ફાર્મ-હાઉસમાં પાર્ટી રાખવામાં આવી હતી. પોલીસે દરોડો પાડી સ્થળ ઉપરથી વિદેશી દારૃની બે ખાલી બોટલો જપ્ત કરી હતી
દારૂની મહેફિલમાં પકડાયેલા લોકોમાં ઈશાનરાજ રૂપેશ ભાટિયા, સાર્થક વિપુલભાઈ શાહ, મીત નીતિશભાઈ આશરા, શિશિર હેમંત તિવારી, પ્રિન્સ દિનેશ કુમાર પ્રજાપતિ ઉપરાંત જાહનવી સુરેશભાઈ ચૌહાણ, સમૃધ્ધિ સંજયભાઈ પંચાલ અને પૂજા સુનિલ ગોપી ચંદ્રા એ ત્રણ યુવતીનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)