અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં ક્યા 11 નવા વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર ? હવે કુલ 29 વિસ્તારોમાં પ્રતિબંધ
રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જારી રહ્યો છે.શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનોના ૧૦૬૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. આમ, શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના દૈનિક કેસમાં ૬૫%નો વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદ પણ ફરી એકવાર કોરોનાના હોટસ્પોટ બન્યું છે. ૨૫ મે બાદ કોરોનાના સૌથી વધુ ૫૫૯ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના ૧૯૦૬ એક્ટિવ કેસમાંથી માત્ર ૪૭ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં ૨૫ મે બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૫૦૦ને પાર થઇ ગયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૫૯ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૨૫ ડિસેમ્બરના ૬૧ નવા કેસ નોંધાયા હતા. આમ, એક જ સપ્તાહમાં અમદાવાદમાં દૈનિક કેસમાં ૯ ગણો વધારો થઇ ગયો છે. હાલમાં ૪૭ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૮, એસવીપી હોસ્પિટલમાં ૬ જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ૩૩ દર્દીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર પણ સફાળુ જાગ્યું છે. અમદાવાદમાં વધુ 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 29 પર પહોંચી ગઇ છે. જે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેમાં હેતવી ટાવર, નવમો માળ, ૧૦૦ ફીટ રોડ સેટેલાઇટ, ,રાજધાની બંગલો ૧ થી ૫, નિકોલ,શ્રી રંગ આશિષ સોસાયટી, ડી ૩૯, ડી ૪૦, ડી ૪૧, બી ૫૨, બી ૫૩, બી ૫૪-ઈસનપુર, ગોદરેજ ગાર્ડન સિટી ડી બ્લોકમાં ૮ થી ૧૦ ફ્લોર, જગતપુરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા