અમેરિકામાં ગુજરાતના ભાજપ નેતાના ભાઈની હત્યા, લૂંટારાએ ગોળી મારી કરી હત્યા
અમેરિકાના વર્જિનિયા ખાતે હત્યા કરવામાં આવી છે. ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે આણંદના યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક આણંદના ભાજપના નેતાનો ભાઈ હોવાનું સામે આવ્યું છે.
આણંદઃ વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા થઈ છે. અમેરિકાના વર્જિનિયા ખાતે હત્યા કરવામાં આવી છે. ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે આણંદના યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક આણંદના ભાજપના નેતાનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. આણંદ જિલ્લાના યુવકની પોઇન્ટ બ્લૅંકથી ગોળી મારી હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે આવેલ અશ્વેતોએ ગુજરાતી યુવકની હત્યા કરી છે.
મૃતક વિદ્યાનગર ભાજપ શહેર સંગઠન પ્રમુખ તેજસ પટેલનો ભાઈ છે. હાલ મૃતક યુવકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે. મૃતક યુવકનું નામ પ્રેયસ પટેલ છે. પ્રેયસ પટેલ અમેરિકામાં પીટરના નામે ઓળખાતા હતા. યુવક છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયો હતો. મૃતક યુવક મૂળ સોજીત્રા ગામના વતની છે. તેમનો પરિવાર હાલ વિદ્યાનગર ખાતે રહે છે.
Surat : નિષ્ઠુર જનેતા ટ્વીન્સ બાળક-બાળકીને તરછોડીને ફરાર થઈ જતાં ફિટકાર, પોલીસે શોધખોળ હાથ ધરી
સુરતઃ નિષ્ઠુર જનેતાએ ટ્વિન્સ બાળક-બાળકીને તરછોડી દીધા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નવી સિવિલમાં નવજાતને ત્યજી માતા ભાગી છુટી છે. પ્રસૂતિ સમયે પતિનું નામ પૂછતાં યુવતીએ ડોક્ટરોને લાત મારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ખટોદરા પોલીસે ફૂલ જેવા બે બાળકોને ત્યજી દેનારી માતાની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, એક યુવતી નવી સિવિલ ખાતે પ્રસૂતિ માટે આવી હતી. જ્યાં યુવતીએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળક અને એક બાળકી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, યુવતી પ્રસૂતિ માટે આવતાં ડોક્ટર્સ દ્વારા તેમને તેમના પતિ અંગે પૂછવામાં આવ્યું હતું. જોકે, આ સમયે યુવતી ઉશ્કેરાઇ ગઈ હતી અને ડોક્ટરને લાત મારી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. જોકે, પ્રસૂતિ પછી યુવતી ફરાર થઈ ગઈ છે.
યુવતી ફરાર થઈ જતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે નિષ્ઠુર જનેતાની તપાસ આદરી છે.