શોધખોળ કરો

Delhi New Liquor Policy: કેજરીવાલ વિરૂદ્ધ ક્યાં પુરાવા હોવાનો ઇડી કરી રહી છે દાવો

અરવિંદ કેજરીવાલ હવે EDની કસ્ટડીમાં છે. મુખ્યમંત્રીના પદ પર રહીને જેલમાં જનાર તેઓ પહેલા નેતા બની ગયા છે. તેમની ધરપકડ પહેલા EDએ કેજરીવાલને 9 સમન્સ મોકલ્યા હતા, જેને તેમણે અવગણ્યા હતા.

Delhi New Liquor Policy:દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ કેજરીવાલને 'કિંગપિન' એટલે કે કથિત દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસના મુખ્ય કાવતરાખોર તરીકે ગણાવ્યા છે. જો કે, કેજરીવાલે દલીલ કરી હતી કે, તેમને આ કેસ સાથે જોડતા કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી.

અરવિંદ કેજરીવાલ વતી દલીલ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ધરપકડનો કોઈ આધાર નથી કારણ કે 80 ટકા લોકોએ તેમના નિવેદનોમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ લીધું નથી. EDનો આરોપ છે કે કેજરીવાલ દારૂની નવી નીતિમાં સીધા સામેલ હતા. દારૂની નીતિ એવી રીતે બનાવવામાં આવી હતી કે તેનાથી લાંચ લેવાનો માર્ગ ખુલી ગયો.

પહેલા જાણો શું હતી દિલ્હીની નવી લિકર પોલિસી

દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ આબકારી નીતિ 2021-22 લાગુ કરી હતી. આ નવી નીતિ હેઠળ, રાજધાનીના દારૂના સમગ્ર વ્યવસાયને ખાનગી કંપનીઓને સોંપવામાં આવ્યો હતો.. કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે નવી નીતિથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં પણ વધારો થશે.

અગાઉ, દિલ્હીમાં દારૂના વેચાણ માટે બે પ્રકારના લાઇસન્સ આપવામાં આવ્યા હતા - L1 અને L10. જે દુકાનો DDA માન્ય બજારો, સ્થાનિક શોપિંગ સેન્ટરો,  જિલ્લા કેન્દ્રો અને સમુદાય કેન્દ્રોમાં હતી તેમને L1 લાયસન્સ આપવામાં આવ્યું હતું. જે દુકાનો  મોલમાં આવેલી હતી તેમને L10 લાયસન્સ આપવામાં આવ્યું હતું.

નવી દારૂની નીતિને મંજૂરી મળ્યા બાદ દિલ્હીમાં સરકારી દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. રાજધાનીને 32 ઝોનમાં વહેંચવામાં આવી હતી. દરેક ઝોનમાં 27 દારૂની દુકાનો હતી. દરેક વોર્ડમાં 2 થી 3 ફેરિયાઓને દારૂનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી હતી. જો કે, આ નીતિ શરૂઆતથી જ વિવાદોમાં રહી અને આઠ મહિના પછી, આખરે 28 જુલાઈ 2022 ના રોજ, દિલ્હી સરકારે નવી નીતિને રદ કરી

શું છે દારૂની નીતિમાં કથિત કૌભાંડ?

દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારે 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂના કૌભાંડનો પર્દાફાશ કરતો એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં મનીષ સિસોદિયા સહિત આમ આગામી પાર્ટીના મોટા નેતાઓ પર કૌભાંડના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તે સમયે એક્સાઇઝ વિભાગ સિસોદિયા પાસે હતો. રિપોર્ટમાં સિસોદિયા પર લાઇસન્સ ધરાવતા દારૂના વેપારીઓને અન્યાયી રીતે ફાયદો પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોરોનાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિઓ પાસેથી વસૂલવામાં આવેલી 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી મનસ્વી રીતે માફ કરવામાં આવી હતી. તે જ સમયે, એરપોર્ટ ઝોનના લાઇસન્સ ધરાવતા દારૂના વેપારીઓને 30 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા, જ્યારે આ રકમ જપ્ત કરવાની હતી.

આ પછી એલજી વીકે સક્સેનાએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. ત્યારબાદ 17 ઓગસ્ટ 2022ના રોજ સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. બીજી બાજુ, નાણાંની ગેરરીતિનો આરોપ હોવાથી, EDએ પણ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ નોંધ્યો હતો.

આ કૌભાંડમાં કેજરીવાલનું નામ પણ સામે આવ્યું હતું

તેની તપાસ પછી, EDએ 2 નવેમ્બર 2022ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. આરોપ છે કે જ્યારે નવી દારૂની નીતિ તૈયાર થઈ રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા. કેજરીવાલ અને સિસોદિયા ઉપરાંત એજન્સીએ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે કવિતાને પણ આરોપી બનાવ્યા છે.

EDની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે,કે કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુ, આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયર અને દારૂના વેપારી દિનેશ અરોરાના નિવેદનો નોંધવામાં આવ્યા છે. સરકારી સાક્ષી બનીને તેણે દારૂની નીતિમાં થયેલા કથિત કૌભાંડના ઘણા રહસ્યો ખોલ્યા છે. આરોપી બૂચીબાબુએ જણાવ્યું કે, કેજરીવાલ, સિસોદિયા અને કે કવિતા વચ્ચે દારૂની નીતિને લઈને ચર્ચા થઈ હતી. કવિતા માર્ચ 2021માં વિજય નાયરને પણ મળી હતી. આરોપી દિનેશ અરોરાએ જણાવ્યું છે કે તેણે કેજરીવાલ સાથે તેના ઘરે મુલાકાત કરી હતી.

કેટલા કરોડનું કૌભાંડ?

એજન્સીએ દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં દક્ષિણ ભારતના કેટલાક નેતાઓ અને ઉદ્યોગપતિઓને આરોપી બનાવ્યા છે. એજન્સીએ તેનું નામ સાઉથ ગ્રુપ રાખ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે 'સાઉથ ગ્રુપ'એ આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયર અને અન્ય નેતાઓને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. YSRCP સાંસદ મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી (MSR), તેમના પુત્ર મગુન્તા રાઘવ રેડ્ડી, BRS નેતા કે. કવિતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બુચીબાબુ ગોરંતલા, હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લી, અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીના ડિરેક્ટર પી સરથ કેન્દ્રા રેડ્ડી આ સાઉથ ગ્રુપમાં સામેલ છે.

કેજરીવાલ વિરુદ્ધ ED પાસે શું પુરાવા છે?

32 પાનાની રિમાન્ડ અરજીમાં તપાસ એજન્સીએ કેજરીવાલ પર કેટલાક લોકોને ફાયદો પહોંચાડવા માટે દારૂની નીતિ બનાવવાનો અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે.

એડિશનલ સોલિસિટર જનરલ એએસવી રાજુએ ED તરફથી હાજર થઈને કોર્ટને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મુખ્ય કર્તાહર્તા છે અને તેઓ હંમેશા તત્કાલિન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સંપર્કમાં હતા. ગોવાની ચૂંટણીમાં પ્રચાર માટે લાંચ તરીકે મળેલા 100 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોવામાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે આ વાતની પુષ્ટિ કરી છે જેને ચૂંટણી ખર્ચ માટે રોકડ આપવામાં આવી હતી.

EDનો દાવો છે કે, તેઓએ લાંચના પૈસા શોધી કાઢ્યા છે અને ગોવા ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલા ઘણા લોકોના નિવેદનો નોંધ્યા છે. 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચારમાં સામેલ લોકોના નિવેદનો પરથી જાણવા મળ્યું છે કે સર્વેયર, એરિયા મેનેજર, એસેમ્બલી મેનેજર તરીકે કામ કરતા લોકોને રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી. આ લોકોને દિલ્હીમાં AAP ધારાસભ્ય વિજય નાયર અને દુર્ગેશ પાઠક મેનેજ કરી રહ્યા હતા.

એજન્સીએ વધુમાં એવો દાવો કર્યો હતો કે, આરોપો માત્ર સાક્ષીઓ (હૈદરાબાદ-બીઆરડી બિઝનેસમેન પી. સરથ ચંદ્ર રેડ્ડી)ના નિવેદનો દ્વારા જ નહીં પરંતુ કોલ ડેટા રેકોર્ડ્સ દ્વારા પણ પુષ્ટિ મળે છે. આરોપ છે કે કેજરીવાલે સાઉથ ગ્રુપને ફાયદો કરાવવા બદલ તેમની પાસેથી લાંચ માંગી હતી.

EDએ અરવિંદ કેજરીવાલને લાંચ લેવા અને પછી તેનો ઉપયોગ કરવાના મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. આમ આદમી પાર્ટી એક કંપની છે, પરંતુ તેનું વ્યક્તિગત અસ્તિત્વ નથી. આથી કંપનીના કામકાજ સાથે સંકળાયેલી વ્યક્તિને જવાબદાર ઠેરવવામાં આવી છે. કથિત કૌભાંડ સમયે કેજરીવાલ આમ આદમી પાર્ટીના વડા હતા. તેથી પીએમએલએની કલમ 4 અને પીએમએલએની કલમ 70 હેઠળ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget