શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરમાં 3 માળનું મકાન ધરાશાયી, 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Bhavnagar: ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં દુર્ઘટના ઘટીછે. હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયું મકાન ધરાશાયી થયું છે.આ દુર્ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. હાલ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Bhavnagar: ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં દુર્ઘટના ઘટીછે. હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયું મકાન ધરાશાયી થયું છે.આ દુર્ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. હાલ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાને લઈ FIR વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા છે. અવાર-નવાર હાઉસિંગ મકાનમાં દુર્ઘટનાઓ થતી હતી આમ છતાં અધિકારીઓ દ્વારા રિનોવેશન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દુર્ધટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે.

આરોગ્ય કેન્દ્રની દવા બારોબાર વેચી મારવાનું કૌભાંડ

ભાવનગર: વલ્લભીપુર તાલુકાના કાળા તળાવમાં આવેલા આરોગ્ય કેન્દ્રની દવા બારોબાર વેચી મારવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ખુદ આરોગ્ય કેન્દ્રનો સુપરવાઇઝર જ આ કૌભાંડમાં સામેલ હતો. સુપરવાઇઝર સરકારી PHC ની દવાઓનો જથ્થો પોતાના ઘરે લઈ જઈને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.  

આ મામલે કાળા તળાવ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પસ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પરેશ માંગુકિયાની અટકાયત કરવામાં આવી છે. ભાવનગર મલ્ટી પર્પસ હેલ્થ વર્કર કચેરીના વિભાગ નિયામક દ્વારા આ પરેશ માંગુકિયા વિરુદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં પોતાના ઘરે દવાખાનું ખોલી સરકારી દવા બારોબાર દર્દીઓને આપી રૂપિયા કમાઈને દર્દીઓનું જીવન જોખમમાં નાખતા સુપરવાઇઝર સામે કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. 

અમરેલીના ગળધરા ખાતે ન્હાવા પડેલ યુવકનું પાણીમાં ડૂબી જતા મોત

ધારીના ખોડીયાર ડેમની બાજુમાં ગળધરા ધરોમાં ન્હાવા પડેલ યુવાન ડૂબ્યો હતો. અમરેલી ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગના કર્મચારીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ગળધરા ધરોમાં પંદર મિનિટની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ યુવકની ડેડ બોડી ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકનું નામ જુનેશ રૂસ્તમભાઈ બેલીમ છે અને તેમની ઉંમર 17 વર્ષની છે.

મિત્રો સાથે પોળોના જંગલમાં ફરવા ગયેલા યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત

સાબરકાંઠા: વિજયનગરના પોળોમાં ફરવા આવેલા એક યુવાનનું મોત થયું છે. આણંદથી નવ મિત્રો ઇકો લઈને પોળોમાં ફરવા આવ્યા હતા.   પોળોમાં દરગાહ નજીક નદીમાં પાચ મિત્રો ન્હાવા પડયા હતા. આ દરમિયાન અરસીલ વોરા નામના યુવકનું ડૂબી જવાથી મોત હતું. ઘટનાની જાણ થતા વિજયનગર પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી હતા. વિજયનગર પોલીસ સ્ટેશનના GRD ના જવાને મૃત યુવાન બહાર કાઢ્યો હતો. પોલીસે વિજયનગર સરકારી હોસ્પીટલમાં લાશને પીએમ માટે ખસેડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget