(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: ભાવનગરમાં ધોળા દિવસે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક વ્યક્તિની હત્યા, હોસ્પિટલે લોકોના ટોળેટોળા એકઠા થયા
Crime News: ભાવનગર શહેરના સેલારશા ચોક વિસ્તારમાં યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. ઇલિયાસ હારુંભાસી બેલીમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ઇલિયાસ ભાવનગર મ.ન.પા માં દબાણ સેલ વિભાગમાં ફરજ બજાવતા હતા.
Crime News: ભાવનગર શહેરના સેલારશા ચોક વિસ્તારમાં યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. ઇલિયાસ હારુંભાસી બેલીમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ઇલિયાસ ભાવનગર મ.ન.પા માં દબાણ સેલ વિભાગમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત કસબા અંજુમન ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ હતા. હત્યાને લઈ લોકોના ટોળેટોળા હોસ્પિટલ બહાર એકઠા થયા છે.
ભાવનગર શહેરના સંધેડીયા બજાર ચોકમાં જાહેર હત્યા અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અમુક ઈસમો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી હત્યા કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઇલિયાસ બેલીમ નામના શખ્સની હત્યાને પગલે હાલમાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર ધંધાકીય લેવડ દેવડ મામલે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. મૃતક ઇલ્યાસ બેલીમ ભાવનગર કસબા અંજુમનના ઉપપ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી છે.
સુરતના અડાજણમાં પરિણતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા અરેરાટી વ્યાપી ગઇ છે. 22 વર્ષિય નેહાબેન હરેશ રોહિતે કોઇ અગમ્ય કારણોસર ઘાતક પગલું ભર્યું હોવાની શંકા સેવાઇ રહી છે. જો કે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પતિ નોકરી ગયા હતા ત્યારે 4 વર્ષ ની દીકરી સામે જ મહિલાએ આ ઘાતક પગલું ભર્યું હતું. અડાજણ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો કે આ સમગ્ર મામલે સાસરિયા પક્ષ સતત ત્રાસ આપતા હોવાનો મૃતક દીકરી ના પિતાએ આરોપ મૂક્યો છે. મૃતક દીકરીના પિતાના જણાવ્યાં મુજબ બે દિવસ પહેલા મૃતક દીકરી એ પોતાની માતા ને વાત કહી કહી હતી અને સાસુ અને દિયર કામ બાબતે ત્રાસ આપતો હોવાનો આક્ષેપ મૂક્યો હતો. સમગ્ર ઘટનાને લઇને મૃતકના પિતાએ ન્યાય માટે માંગણી કરી છે. તો બીજી તરફફ સુરતમાંથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. સુરતના કડોદરા વિસ્તારમાં પ્રેમી પંખીડાએ પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી છે, જેમાં બન્નેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. મૃતક યુવક અને યુવતી બન્ને મધ્યપ્રદેશના હતા અને છેલ્લા એક વર્ષથી સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા હતા.
માહિતી પ્રમાણે, સુરતમાં પ્રેમી પંખીડાએ રેસિડેન્ટ કૉમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી છે. સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી સરગમ કોમ્પ્લેક્ષના તૃપ્તિ રેસિડેન્સીમાં આ ઘટના ઘટી છે. છેલ્લા એક વર્ષથી મધ્યપ્રદેશના મંદસોરનું એક પ્રેમી પંખીડા કપલ કડોદરા વિસ્તારમાં આવીને રહી રહ્યું હતુ, આ પ્રેમી પંખીડાને મધ્ય પ્રદેશ પોલીસ ત્યાંથી શોધતી શોધતી અહીં પહોંચી હતા, મધ્ય પ્રદેશ પોલીસ સુરત પોલીસની સાથે જ્યારે તૃપ્તિ રેસિડેન્સીમાં તેમના રૂમની બહાર પહોંચી અને દરવાજો ખખડાવી રહી હતી, તે સમયે પ્રેમી પંખીડાએ બિલ્ડિંગના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. બાદમાં બન્નેને શહેરના કડોદરા વિસ્તારમાં આવેલી સંજીવની હૉસ્પીટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.