શોધખોળ કરો

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો,  59 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા, અનેક ગામોને કરાયા એલર્ટ

ભાવનગર જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ભાવનગર: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના ઉપરવાસ પડેલા ભારે વરસાદ અને ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં 15,340 ક્યુસેક પાણીની આવક અને તેની સામે જાવક શરૂ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ જે વધુ એક વખત 100 ટકા ભરાઈ જતા 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાલીતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પાલીતાણા તાલુકાના રાજાસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરાયા છે. તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, ગોરખી, લીલીવાવ, તરસરા, તળાજા અને સરતાનપર ગામને એલર્ટ કરાયા છે.

દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યનાં સમગ્ર દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી 

એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ડૉ. એ. કે. દાસ, ડાયરેક્ટર, હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. 

મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ

જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું છે. વરસાદના કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં નીચાણવાળા 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના 35 ગામનો સંપર્ક તૂટ્યો છે. મેંદરડામાં ભારે વરસાદને પગલે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.     

જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.    

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.      

ટોપ સ્ટોરી

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
Embed widget