ભાવનગરમાં લગ્નની લાલચ આપી મહિલા PSI સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પુરુષ PSI વિરુદ્ધ નોંધાઇ બળાત્કારની ફરિયાદ
ભાવનગર શહેરમાં મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટરે પુરૂષ પોલીસ સબ ઈન્સ્પેકટર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરમાઃ ભાવનગર શહેરમાં મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટરે પુરૂષ પોલીસ સબ ઈન્સ્પેકટર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરમાં એક મહિલા પીએસઆઇએ પુરુષ પીએસઆઇ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મહિલા પીએસઆઈનો આરોપ છે કે પુરૂષ પીએસઆઈએ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરી પાંચ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
ભાવનગર બી ડિવીઝન પોલીસે મહિલા પીએસઆઈની ફરિયાદ નોંધી તપાસ સી ડિવીઝન પોલીસને સોંપવામાં આવી છે. પીએસઆઈએ મહિલા પીએસઆઈને પત્નીને છૂટાછેડા આપવાની વાત કરીને ફસાવી હતી. ત્યારબાદ મહિલા પીએસઆઈ સાથે સબંધ બાંધ્યા હતાં. જોકે મહિલા PSIને નાટક કર્યાની જાણ થતા જ પીએસઆઈએ બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. બંને એક જ વતનના હોવાથી વર્ષ 2017થી પરિચયમાં આવ્યા હતાં.
વિરાટનગરમાં પરિવારમાં 4 લોકોની હત્યા કરનારો ઝડપાયો છે
અમદાવાદ ક્રાઇમબ્રાંચે 48 કલાકમાં પરિવારને પીંખનારને ઝડપી પાડ્યો છે. વિરાટનગરમાં પરિવારમાં 4 લોકોની હત્યા કરનારો ઝડપાયો છે. વિનોદ મરાઠીને ગુજરાત બહારથી ઝડપી પડાયો છે. ક્રાઇમબ્રાંચની પુછપરછમાં હત્યાનો ઉકેલાશે ભેદ. ટૂંક સમયમાં ક્રાઇમબ્રાચ પ્રેસ કરીને આપશે માહિતી.
અમદાવાદમાં એક પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. સામુહિક હત્યાની આ ઘટના અમદાવાદના વિરાટનગરમાં સામે આવી છે. વિરાટનગર નજીક આવેલ મકાન માંથી દુર્ગંધ મારતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. આ હત્યા કેસની તપાસમાં હણ ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ હતી. ઘરનો મોભી ફરાર થતા હત્યા તેને કરી હોવાની શક્યતા પોલીસે કરી વ્યક્ત. આરોપી ટેમ્પો ચાલક હતો. આર્થિક સંકડામણ અને ઘર કંકાસને લઈને ઝઘડા થતા હતા.
મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત
બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......