(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar: ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો, લોકોમાં ભારે રોષ
ભાવનગર: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું આજે મોત નિપજ્યું છે.
ભાવનગર: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું આજે મોત નિપજ્યું છે. પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે તેમને અડફેટે લીધા હતા. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો હતો. તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
અમદાવાદની આ ફેક્ટરીમાં ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતેરલા 3 મજૂરોના મોત
દિવાળીના તહેવારો પર ચાંગોદરની એક ફેકટરીમાં ગોજારી ઘટના સામે આવી છે. આજે ફેક્ટરીમાં 3 મજુરોના મોત થતા ખળભળાટ મચી જવા પામી છે. આ બપોરે દોઢ કલાકે આ ઘટના બની હતી. ચાંગોદરની સહારા પેટ્રોલિયમ કંપનીમાં 3 મજુરોના મોતની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતરેલા 3 મજુરોના મોત થયા છે. ટેન્કરમાં ગુંગળામણથી મોત થયાનુ પ્રાથમિક તારણ છે. આ ઘટના બાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયરના જવાનોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
મૃતકો
- મિતેષ રામ મોહન (21 વર્ષ)
- રામ નરેશ (47 વર્ષ)
- સંદીપ (21 વર્ષ)
છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ થતાં મુસાફર બગડ્યા
ગુજરાતમાં દિવાળીના તહેવારને પગલે લોકો વતન ભણી જઈ રહ્યા છે. જેને કારણે એસટી બસ અને પ્રાઇવેટ બસોમાં ભારે ભીડ જોવા મળી છે. દિવાળીમાં વતન જઈ રહેલા મુસાફરો સાથે એબીપી અસ્મિતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એસટી બસનું રિઝર્વેશન છેલ્લી ઘડીએ કેન્સલ થઈ જતાં કેટલાક મુસાફરોએ બળાપો કાઢ્યો હતો. એક મુસાફરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર જવા માટે અમારી બસનો ટાઇમ 8.45નો હતો. 10 વાગ્યે બસ આવી. અમે એક્સ્ટ્રા બસનું ન્યુઝમાં જોયું હતું. કોઈ એક બસ મળી નથી. રિઝર્વેશ હતા એ પણ કેન્સલ થઈ ગયા છે. એટલે અમે તો સખત કંટાળી ગયા છીએ આ ભાજપથી હવે.
અન્ય એક મુસાફરે કહ્યું હતું કે, દોઢ મહિના પહેલા અમદાવાદથી સોનગઢ માટે બૂકિંગ કરાવ્યું હતું. લાસ્ટ રવિવારે મને મેસેજ આવ્યો કે, બસ આખી કેન્સલ થઈ ગઈ છે. એટલે હવે મારે અમદાવાદથી ભાવનગરની બસ કરવી પડી અને ત્યાંથી મારા ગામ જઇશ. તો પછી એડવાન્સ બૂકિંગનો શું મિનિંગ? અનિવાર્ય સંજોગોમાં બસ કેન્સલ કરી એવું કારણ આપ્યું. બીજા એક મુસાફરે કહ્યું કે, મેં 15 દિવસ પહેલા બસનું બૂકિંગ કરાવ્યું હતું. એ પણ મને છેલ્લી સીટમાં મળ્યું હતું. એટલે એડિશનલ બસો મુકી હોય એવું કંઇ લાગતું નથી. દિવાળીના તહેવારની શરૂઆત સાથે વતનમાં જવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વધરનાની બસ દોડવાઈ રહી છે. દિવાળીના તહેવાર માટે વધારાની 2300 દોડવાઇ.