શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના નવા છ કેસ નોંધાતા લોકોમાં ફડફડાટ, જાણો વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 539 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 535 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ભાવનગર: ભાવનગરમાં સતત બીજા દિવસે કોરોનાનો કહેર યથાવત છે. ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા છ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં મહુવાના તલગાજરડા, ભાવનગરના સણોસરા અને ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા કેસનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ભાવનગરમાં ગઇકાલે કોરોનાના કુલ નવ કેસ નોંધાયા હતા. ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસનો આંકડો 194 પર પહોંચી ગયો છે જ્યારે 14 લોકોના મોત થઇ ચૂક્યા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 539 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 535 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 26,737 પર પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 1639 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં 18702 દર્દી સાજા થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18702 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6396 એક્ટિવ કેસ છે, જેમાંથી 66 વેલ્ટીલેટર પર છે અને 6330 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,19, 414 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion