શોધખોળ કરો

Bhavnagar: ટ્રક બ્રીજ નીચે પલટી મારતા જોરદાર અકસ્માત, ડ્રાઈવરનું દબાઈ જતા મોત

ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી પુલ પાસે આવેલ બ્રિજ નીચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે. 

ભાવનગર: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં એક ટ્રકનો જોરદાર અકસ્માત થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી પુલ પાસે આવેલ બ્રિજ નીચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે. 

ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માલ ભરેલ ટ્રક ફાતિમાના પાટીયા પાસે આવેલ બ્રિજ નીચે પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ચુક્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું દબાઈ જવાથી મોત થયું છે.  અકસ્માત વહેલી સવારે થયો છે. ટોરસ ટ્રકનો ડ્રાઇવર કોણ છે ક્યાં રહે છે તે અંગે તળાજા પોલીસ તપાસ હાથ ધરી છે.  

ગોંડલના કમઢિયા ગામ નજીક જોરદાર અકસ્માત, બે બાઈક અથડાતા બે મિત્રોનાં મોત

રાજકોટ જીલ્લાના  ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. કમઢિયા ગામ નજીક મામદેવનાં મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ તથા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.  બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નીપજતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના બની હતી. 

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક હિતેશભાઈ હરિભાઈ મકવાણા તેમજ પ્રકાશભાઈ ભોવાનભાઈ મેણીયા યુવાનોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના અંગે સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.   અમદાવાદ-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ મહિલા સહિત 4 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  

ધ્રાંગધ્રા પાસે હાઈવે પર વસાડવા ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી.  અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં  તુલસીભાઈ વાઘેલા, ઉમર વર્ષ 50નું મોત નિપજ્યું હતું.  ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election LIVE Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સંદીપ દીક્ષિતે આપ્યો મત, સિસોદિયાએ કર્યો મોટો દાવો
Delhi Assembly Election LIVE Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સંદીપ દીક્ષિતે આપ્યો મત, સિસોદિયાએ કર્યો મોટો દાવો
Gaza: 'ગાઝા પટ્ટીને પોતાના કબજામાં લેશે અમેરિકા', ઇઝરાયલના PM સાથે મુલાકાત બાદ ટ્રમ્પનું નિવેદન
Gaza: 'ગાઝા પટ્ટીને પોતાના કબજામાં લેશે અમેરિકા', ઇઝરાયલના PM સાથે મુલાકાત બાદ ટ્રમ્પનું નિવેદન
PM Modi Mahakumbh : પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવશે PM મોદી, માતા ગંગાની કરશે પૂજા
PM Modi Mahakumbh : પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવશે PM મોદી, માતા ગંગાની કરશે પૂજા
IND vs ENG ODI: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે કાલથી શરૂ થશે વન-ડે સીરિઝ, ક્યાં, ક્યારે અને કઈ રીતે જોઈ શકશો લાઇવ
IND vs ENG ODI: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે કાલથી શરૂ થશે વન-ડે સીરિઝ, ક્યાં, ક્યારે અને કઈ રીતે જોઈ શકશો લાઇવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat news: સુરતના કાપોદ્રામાં તબીબને માર મારવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ.Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા ભાજપે જીતી લીધીHun To Bolish : હું તો બોલીશ : પાલિકાઓમાં કોનો દમ?Hun To Bolish : હું તો બોલીશ : સમાનતા પર સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election LIVE Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સંદીપ દીક્ષિતે આપ્યો મત, સિસોદિયાએ કર્યો મોટો દાવો
Delhi Assembly Election LIVE Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સંદીપ દીક્ષિતે આપ્યો મત, સિસોદિયાએ કર્યો મોટો દાવો
Gaza: 'ગાઝા પટ્ટીને પોતાના કબજામાં લેશે અમેરિકા', ઇઝરાયલના PM સાથે મુલાકાત બાદ ટ્રમ્પનું નિવેદન
Gaza: 'ગાઝા પટ્ટીને પોતાના કબજામાં લેશે અમેરિકા', ઇઝરાયલના PM સાથે મુલાકાત બાદ ટ્રમ્પનું નિવેદન
PM Modi Mahakumbh : પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવશે PM મોદી, માતા ગંગાની કરશે પૂજા
PM Modi Mahakumbh : પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવશે PM મોદી, માતા ગંગાની કરશે પૂજા
IND vs ENG ODI: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે કાલથી શરૂ થશે વન-ડે સીરિઝ, ક્યાં, ક્યારે અને કઈ રીતે જોઈ શકશો લાઇવ
IND vs ENG ODI: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે કાલથી શરૂ થશે વન-ડે સીરિઝ, ક્યાં, ક્યારે અને કઈ રીતે જોઈ શકશો લાઇવ
Rahul Dravid: લોડિંગ ઓટોએ કારને મારી ટક્કર, રાહુલ દ્રવિડ જોવા મળ્યો નારાજ, જુઓ વીડિયો
Rahul Dravid: લોડિંગ ઓટોએ કારને મારી ટક્કર, રાહુલ દ્રવિડ જોવા મળ્યો નારાજ, જુઓ વીડિયો
Haryana: અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR, યમુનાના પાણીમાં 'ઝેર' ભેળવવામાં આવતું હોવાનું આપ્યું હતું નિવેદન
Haryana: અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR, યમુનાના પાણીમાં 'ઝેર' ભેળવવામાં આવતું હોવાનું આપ્યું હતું નિવેદન
Earthquake In Nepal: નેપાળમાં ભૂકંપ, તીવ્રતા 4.4 મપાઇ, લોકો ઘરની બહાર ભાગ્યા, જાણો શું છે સ્થિતિ
Earthquake In Nepal: નેપાળમાં ભૂકંપ, તીવ્રતા 4.4 મપાઇ, લોકો ઘરની બહાર ભાગ્યા, જાણો શું છે સ્થિતિ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
Embed widget