શોધખોળ કરો

Gujarat Politics : AAPના પ્રદેશ જનરલ સેક્રેટરી બિપિન ચૌધરીની ઘર વાપસી, ઘારણ કર્યો કેસરિયો

વ્યારા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે આમ આદમી પક્ષમાંથી રાજીનામુ આપીને ફરી ભાજપમાં જોડાયા છે

ભાજપનું લોટસ ઓપરેશન યથાવત છે. વધુ એક નેતાએ આજે ઘર વાપસી કરી છે. વ્યારા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે આમ આદમી પાર્ટીને રામ રામ કહી દીધા છે  અને આજે તેમણે કેસરિયા કર્યાં છે. તેઓ આજે આપ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા  છે. બિપિન ચૌધરી એ આપ પક્ષ માંથી રાજીનામું આપ્યા બાદ આજે સુરત ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે કેસરિયો  ધારણ કર્યો હતો.

અગાઉ બિપિન ચૌધરી તાપી જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ હતા, આ  સમયે તેમણે  ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેઓ  આમ આદમી પક્ષમાં માં જોડાયા હતા અને વ્યારા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા, જો કે તેમને અહીં  હારનો સામનો કરવો પડ્યો હતો. આજે આમ આદમી પાર્ટી છોડીને  ફરી  ભાજપમાં ઘર વાપસી કરી  છે. સુરતમાં બિપિન ચોધરીની વેલકમ પાર્ટીમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલ, તાપી ના ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા  હતા.                    

લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. એક પછી એક ધારાસભ્યો સહિતના હોદ્દેદારો રાજીનામું આપી રહ્યા છે. લોકસભાની પાર્ટી પહેલા સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંગઠન તૂટી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી બિપિન ચૌધરીએ પણ આમ આદમી પાર્ટીથી છેડો ફાડી નાખ્યો છે અને ભાજપમાં જાડાયા છે. તેમણે રાજીનામા માટેના કારણો પણ રજૂ કર્યાં હતા. કોંગ્રેસ સાથેનું ગઠબંધનને તેમણે રાજીનામનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.

તો બીજી  માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ  રાજીનામું આપી દીધું છે.  બુધવારે  અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ  શંકર ચૌધરીને  રાજીનામું સોંપ્યું છે. અધ્યક્ષે રાજીનામાનો સ્વીકાર કર્યો છે.  રાજીનામું આપનારા લાડાણી કોંગ્રેસના ચોથા ધારાસભ્ય બન્યા છે.  રાહુલ ગાંધીની યાત્રા સમયે જ  કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.  વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13 થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં પંજાને આ પાંચમો ફટકો લાગ્યો છે. સોમવારે અર્જુન મોઢવાડિયા અને અમરિશ ડેરે રાજીનામું આપ્યું હતું.  અરવિંદ લાડાણી છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં છે.                  

ટોપ સ્ટોરી

Gold Price Prediction: સોનું ₹2 લાખને વટાવી જશે? જુઓ જેપી મોર્ગનની ભવિષ્યવાણી
Gold Price Prediction: સોનું ₹2 લાખને વટાવી જશે? જુઓ જેપી મોર્ગનની ભવિષ્યવાણી
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Embed widget