Union Budget 2023 બ્લેક –ગોલ્ડન બોર્ડર રેડ સાડી છે ખાસ, જેને નાણામંત્રીએ નિર્મલા સીતારમણે બજેટ માટે કરી છે પસંદ, જાણો શું આપે છે મેસેજ
નિર્મલા સીતારમણ નાણા મંત્રી તરીકે 2019થી કાર્યભાર સંભાળ્યા બાદ બજેટ રજૂ કરવા માટે જે સાડી પસંદ કરે છે. તે ખાસ હોય છે. નિર્મલા સીતારમણ ખાસ કરીને હેન્ડલૂમની સાડીને પસંદ કરે છે.
Nirmala Sitharaman Temple Saree: નિર્મલા સીતારમણ નાણા મંત્રી તરીકે 2019થી કાર્યભાર સંભાળ્યા બાદ બજેટ રજૂ કરવા માટે જે સાડી પસંદ કરે છે. તે ખાસ હોય છે. નિર્મલા સીતારમણ ખાસ કરીને હાથ વણાટ વાળી સાડીને પસંદ કરે છે.
કેન્દ્રીય બજેટ રજૂ કરવા બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ પરંપરાગત મંદિર બોર્ડર સાડી પહેરીને સંસદમાં પહોંચ્યા હતા. ટેમ્પલ સાડીઓ સામાન્ય રીતે કોટન, સિલ્ક અથવા બંને ફેબ્રિકના મિશ્રણથી બનેલી હોય છે અને ખાસ પ્રસંગોએ પહેરવામાં આવે છે. સીતારમણે બજેટના દિવસે બ્લેક બોર્ડરવાળી રેડ ટેમ્પલ ગોલ્ડન વર્કની સાડી પસંદ કરી છે.
બોર્ડરવાળી સાડીમાં સ્ટારની ખાસ ડિઝાઈન પણ જોવા મળે છે. આ ચોક્કસ રંગની સાડીની પસંદગી બજેટ સાથે એક ખાસ સંદેશ આપે છે. લાલ રંગ પ્રેમ, પ્રતિબદ્ધતા, શક્તિ અને બહાદુરીનું પ્રતીક છે. હિન્દુ સંસ્કૃતિ અનુસાર, લાલ રંગ દેવી દુર્ગાના સ્વરૂપ સાથે સંકળાયેલ પણ છે, જે સ્ત્રીની શક્તિનું પ્રતીક છે.
જ્યારે નાણામંત્રી ગોલ્ડન વર્ક રેડ સાડીમાં ડિજિટલ રેડ કવરવાળા ટેબ્લેટ સાથે પોઝ આપ્યો હતો. તો તેનો ડિસન્ટ લૂક જોવા મળ્યો હતો. આ આ સાથે નાની બિંદી અને ગોલ્ડન બેગેલ્સ ટીમ અપ કરી હતી.
સીતારમણ ખાસ કરીને 2019 માં નાણા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી પરંપરાગત હેન્ડલૂમ કપડાંને પ્રોત્સાહન આપતા જોવા મળે છે. વર્તમાન અને છેલ્લા બજેટ સત્રમાં પણ તેમણે હેન્ડલૂમની જ સાડી પ્રિફર કરી હતી.
નિર્મલા સીતારમણે 2019માં પહેલું બજેટ રજૂ કર્યું હતું. 2019માં નાણામંત્રીએ ડાર્ક પિંક સેડની મંગલગિરી સાડી પહેરી હતી. આ સાડીમાં પણ ગોલ્ડન વર્કની બોર્ડર હતી. આ વખતેની વિશેષતા એ જોવા મળી હતી કે, તેમને આ વખતે લેધર બેગના બદલે વહીખાતાનો ઉપયોગ કર્યો હતો
કેન્દ્રીય નાણામંત્રીએ વર્ષ 2020માં પીળા રંગની કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી, જેમાં પણ ગોલ્ડન વર્કની બોર્ડર હતી. . તે વર્ષે 29 જાન્યુઆરીએ વસંત પંચમી (સરસ્વતી પૂજા) ઉજવવામાં આવી હતી. વસંત પંચમીના બે દિવસ બાદ જ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેથી તેને વાંસતી કલરને પસંદ કર્યો હતો.
વર્ષ 2021નું બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે બંગાળની પ્રખ્યાત પોચમપલ્લી સાડી પહેરી હતી. આ ઓફ વ્હાઈટ કલરની સાડીની બોર્ડર રેડ પ્રિન્ટની હતી. બંગાળી સાડી એ એક ખાસ પ્રકારની સાડી છે, જે સામાન્ય રીતે સફેદ અને રેડ કલરમાં હોય છે. આ સાડી પરની પહોળી રેડ બોર્ડર એક અલગ જ લૂક આપે છે. આ સાડીઓની બોર્ડરમાં પ્રિન્ટ પણ જોવા મળે છે. જે તેની બ્યુટીમાં વધારો કરે છે.
કેન્દ્રીય નાણામંત્રીએ 2022માં સામાન્ય બજેટ રજૂ કરતી વખતે કોફી રંગની સાડી પહેરી હતી. સાડી પર બનેલી ગોલ્ડન લાઇનિંગ તેની બ્યુટીને વધારતું હતું. . આ ખાસ પ્રકારની સાડી બોમકાઈ અથવા સોનપુરી સાડી તરીકે ઓળખાય છે. હેન્ડલૂમ સિલ્ક સાડીમાં ડાર્ક મરૂન કલરનો પાલવ તેની સુંદરતાને વધારતો હતો.