2000 Rupee Note: 2000 રૂપિયાની નોટ જમા કરાવા જઇ રહ્યા છો બેન્ક, SBI, HDFC, ICICI બેન્કના નિયમ જાણી લો
23 મેથી 30 સપ્ટેમ્બરની વચ્ચે આરબીઆઈએ રૂ. 2000ની નોટ બદલવા માટે બેંકમાં જવાની સૂચના આપી હતી
2000 Rupee Note Exchange Rule: RBI દ્વારા 2000 રૂપિયાની નોટ બંધ કર્યા બાદ તેને પાછી ખેંચવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થઈ હતી. બે હજાર રૂપિયાની નોટને બેન્કમાં જમા કરાવવા માટે લોકો આવી રહ્યા છે. 23 મેથી 30 સપ્ટેમ્બરની વચ્ચે આરબીઆઈએ રૂ. 2000ની નોટ બદલવા માટે બેંકમાં જવાની સૂચના આપી હતી. બેંકોમાં નોટો બદલવાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. આજે અમે તમને જણાવીશું કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે અલગ-અલગ બેંકોના શું નિયમો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
SBIએ કહ્યું છે કે SBIની કોઈપણ શાખામાં 20 હજાર રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટો બદલવા માટે લોકોએ કોઈપણ પ્રકારનું ઓળખ કાર્ડ બતાવવાની અથવા સ્લિપ ભરવાની જરૂર નથી.
HDFC બેંક
23 મેથી 30 સપ્ટેમ્બર સુધી ગ્રાહકો તેમના HDFC બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે. આ બેંકમાં એક દિવસમાં 2000 રૂપિયાની 20 હજાર રૂપિયા સુધીની નોટ બદલી શકાશે.
ICICI બેંક
ગ્રાહકો ICICI બેંકની કોઈપણ શાખામાં અથવા બેંકના કેશ ડિપોઝીટ મશીનમાં રૂ. 2000ની નોટ જમા કરાવી શકે છે. વરિષ્ઠ નાગરિકો ICICI બેંકની ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. આ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા નથી. આ સાથે 30 સપ્ટેમ્બર સુધી આ પ્રક્રિયા પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
કેનેરા બેંક
કેનેરા બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા પર કેશ રેમિટન્સ પર કોઈ ચાર્જ લાગશે નહીં. બેંકે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી.
પંજાબ નેશનલ બેંક
PNBમાં 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટો બદલવા માટે કોઈપણ પ્રકારના આઈડી પ્રૂફની જરૂર પડશે નહીં. PNBએ તેની તમામ શાખાઓને સૂચના આપી છે કે તેઓ આધાર કાર્ડ, કોઈપણ અધિકૃત દસ્તાવેજ કે નોટોની અદલાબદલી સંબંધિત કોઈપણ ફોર્મ ન ભરે.
હવે 500ની નોટને લઈને મોટા સમાચાર, RBI 24 કલાક, સાતેય દિવસ કરી રહ્યું છે આ કામ
500 Note: 2000ની નોટોનું ચલણ બંધ થયા બાદ ભારતીય રિઝર્વ બેંક તરફથી નવો ઓર્ડર આવ્યો છે. 2000ની નોટ બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને અઠવાડિયાના 7 દિવસ દિવસના 24 કલાક કામ કરવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે, 23 મેથી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં લોકો મોટી માત્રામાં 2000 લઈને બેંકોમાં પહોંચી રહ્યા છે.
અડધો દિવસ પણ પૂરો થયો નથી કે બેંકોમાં 500ની નોટોની અછત સર્જાઈ છે. હવે તેને સપ્લાય કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને 24 કલાક નોટો છાપવા માટે કહ્યું છે.
શુક્રવારે, આરબીઆઈએ ₹2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી અને લોકોને 30 સપ્ટેમ્બર પહેલા તેમના ખાતામાં બદલી અથવા જમા કરવાની મંજૂરી આપી.
2016માં ₹500 અને ₹1,000ની નોટો બંધ કરવામાં આવ્યા પછી, RBIએ તેમને બદલવા માટે ₹200, ₹500 અને Rs 2,000ની નવી નોટો છાપવા માટે પ્રેસમાં કામ વધારી દીધું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ, નાસિકમાં આરબીઆઈના કરન્સી પ્રેસમાં એપ્રિલ 2018 સુધીમાં પ્રિન્ટિંગની ઉગ્ર માગને કારણે શાહી ખતમ થઈ ગઈ હતી. જો કે, આ વખતે, ચલણનું મૂલ્ય ઘણું ઓછું છે - ₹3.6 ટ્રિલિયન, જે 2016માં ₹15.4 ટ્રિલિયન હતું.