શોધખોળ કરો
Advertisement
ઓટોમોબાઈલ સેક્ટર: ઓગસ્ટમાં મારૂતિના વેચાણમાં 33 ટકાનો ઘટાડો, મહિંદ્રા એન્ડ મહિંદ્રમાં 25 ટકા ઘટાડો
ઑટોમોબાઈલ સેક્ટરમાં સંકટની સ્થિતિ છે. વાહનોની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાનુ વેચાણ ઓગસ્ટ 2019 માં 32.7 ટકાનો ઘટીને 106413 નોંધાવ્યો છે.
નવી દિલ્હી: ઑટોમોબાઈલ સેક્ટરમાં સંકટની સ્થિતિ છે. વાહનોની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાનુ વેચાણ ઓગસ્ટ 2019 માં 32.7 ટકાનો ઘટીને 106413 નોંધાવ્યો છે. જુલાઈની વાત કરીએ તો લગભગ 36 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઓગસ્ટ 2018માં 1,58,189 વાહનોનું વેચાણ થયું હતું.
કંપનીએ જણાવ્યું કે ઓગસ્ટમાં ઘેરલુ બજારમાં વેચાણ 34.3 ટકા ઘટીને 97,061 યૂનિટ રહી ગયા. જે ઓગસ્ટ 2018માં 1,47,700 યૂનિટ હતા. આ ગત વર્ષે આ જ મહિનામાં આ આંકડો 35,895 યૂનિટ હતા. આ રીતે કૉમ્પેક્ટ સેક્શનની વાત કરીએ તો કંપનીના વેચાણમાં 23.9 ટકા ઘટીને 54,274 યૂનિટ રહી ગયા છે, જે ઓગસ્ટ 2018માં 71, 364 યૂનિટ હતા. ઓગસ્ટમાં કંપનીના નિકાસ 10.8 ટકા ઘટીને 9,352 યૂનિટ રહ્યાં છે. જે એક વર્ષ પહેલા સમાન મહીનામાં 10,489 યૂનિટ હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનું કુલ વેચાણ ઓગસ્ટમાં 25 ટકા ઘટીને 36,085 વાહનો રહ્યાં છે.ગત વર્ષે ઓગસ્ટમાં કંપનીના 48,324 વાહનો વેચાયા હતા. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે ઓગસ્ટમાં તેમનું ઘરેલુ વેચાણ 26 ટકા ઘટીને 33,564 વાહનો છે, જે ગત વર્ષમાં આ જ મહિનામાં 45,373 વાહનો હતા. જો કે કંપનીનો નિકાસ 15 ટકા ઘટીને 2,521 વાહનો રહી ગયા છે. જે ગત વર્ષે આ જ મહિનામાં 2,951 હતા.
હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ.ના ઘરેલુ વેચાણ ઓગસ્ટમાં 51.28 ટકા ઘટીને 8,291 યુનિટ રહી ગયા છે, જે એક વર્ષ પહેલા આજ મહિનામાં 17,020 યૂનિટ હતા. મહિના દરમિયાન કંપનીએ 227 વાહનોનું નિકાસ પણ કર્યું છે.
ઘરેલુ ક્ષેત્રની મુખ્ય વાહન કંપની ટાટા મોર્ટસના પેસેન્જર વાહનોનું ઘરેલું વેચાણ ઓગસ્ટમાં 58 ટકા સુધી ઘટી ગયું છે કંપનીએ છેલ્લા 7,316 વાહનોનું વેચાણ કર્યું. ટાટા મોટર્સે કહ્યું કે કંપનીએ ગત વર્ષે ઓગસ્ટમાં 17,351 વાહનોનું વેચાણ કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનામાં દેશના તમામ મોટા ઓટોમોબાઈલ ઉત્પાદકો પેસેન્જર, કમર્શિયલ, ટુ-વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ જેવા સેગમેન્ટમાં સ્થાનિક વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement