પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો
જો તમે અત્યારે ક્યાંક ફરવા જવા માટે હવાઈ મુસાફરી વિશે વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે.

New Hand Baggage Policy: જો તમે અત્યારે ક્યાંક ફરવા જવા માટે હવાઈ મુસાફરી વિશે વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) હેન્ડ બેગેજ માટે નવી પોલિસી લઈને આવ્યું છે. આ નવા નિયમ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારે એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વાસ્તવમાં, સિક્યોરિટી પોઈન્ટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને BCAS અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ હેન્ડ બેગેજ નીતિને કડક બનાવી છે, જેનું પાલન હવે તમામ એરલાઈન્સે કરવું પડશે. આ નવા નિયમ હેઠળ હવે મુસાફરો પ્લેનની અંદર પોતાની સાથે માત્ર એક હેન્ડ બેગ લઈ શકશે. ભલે તે ડોમેસ્ટિક હોય કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ હવે તમને માત્ર એક હેન્ડ બેગ લઈ જવાની છૂટ હશે.
બેગનું વજન માત્ર 7 કિલો જેટલું હોવું જોઈએ
BCASની નવી હેન્ડ બેગેજ પોલિસી અનુસાર, હવે મુસાફરો ફ્લાઇટની અંદર ફક્ત એક હેન્ડ બેગ અથવા કેબિન બેગ લઈ શકશે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, ઈકોનોમી અથવા પ્રીમિયમ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરોને 7 કિલો સુધીના વજનનો એક હેન્ડ બેગ સામાન લઈ જવાની છૂટ છે, જ્યારે ફર્સ્ટ કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરનારાઓ માટે તે 10 કિલોની આસપાસ છે. એરલાઇન્સ દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, હેન્ડ બેગનું ટોટલ ડાઈમેન્શન 55 સેમી (21.6 ઇંચ) ઊંચાઇ, 40 સેમી (15.7 ઇંચ) લંબાઈ અને 20 સેમી (7.8 ઇંચ) પહોળાઈથી વધુ ન હોવું જોઈએ.
આ મુસાફરોને ડિસ્કાઉન્ટ મળશે
જે મુસાફરોએ 2 મે, 2024 પહેલા ટિકિટ બુક કરાવી છે, તેમને આ નિયમના દાયરાની બહાર રાખવામાં આવશે. નવી હેન્ડ બેગેજ નીતિ આ તારીખ પછી કરવામાં આવેલા કોઈપણ ફેરફારો પર લાગુ થશે. આ સાથે, જો કોઈ યાત્રી પોતાની સાથે પર્સ અથવા લેપટોપ બેગ લઈ જવા માંગે છે, તો તેનું વજન 3 કિલોથી વધુ ન હોવું જોઈએ.
જો તમે પણ નવા વર્ષે કોઈપણ જગ્યા પર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તૌ સૌથી પહેલા તમારે આ નવા હેન્ડ બેગેજ પોલીસના નિયમો વિશે જાણકારી રાખવી પડશે.
Ration Card: મેરા રાશન 2.0 એપ પરથી ડાઉનલોડ કરો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
