PF Withdrawl: પીએફના ખાતામાંથી રકમ વિથડ્રો કરતા પહેલા જરૂરી જાણો લો નિયમ, નહિતો ચૂકવવો પડશે ટેક્સ
PF Interest Rates: EPFO એ 2024-25 માટે PF પર 8.25% વ્યાજ દર જાળવી રાખ્યો છે. નોકરી ગુમાવવાના કિસ્સામાં 75% સુધી પૈસા ઉપાડી શકાય છે. જાણો PF ઉપાડ સાથે સંબંધિત મહત્વના નિયમો

PF Interest Rates: EPFO એ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખ્યો છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ શુક્રવારે 28 ફેબ્રુઆરીએ આ નિર્ણય લીધો હતો. નોંધનિય છે કે,આ પહેલા ફેબ્રુઆરી 2024માં PF પર વ્યાજ દર 2022-23 માટે 8.15% થી વધારીને 2023-24 માટે 8.25% કરવામાં આવ્યો હતો.
જો તમે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માંગતા હોવ તો શું છે નિયમો?
ઘણી વખત કર્મચારીઓને ઈમરજન્સીમાં પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની જરૂર પડે છે. જો કે, આ માટે કેટલાક નિયમો અને શરતો છે. જાણો PM ઉપાડ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો.
પીએફ ખાતામાંથી પૈસા ક્યારે ઉપાડવા
જો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય તો પણ 5 વર્ષ પછી જ કરો. જો તમે 5 વર્ષ પહેલા 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડો છો, તો તમારે 10% TDS ચૂકવવો પડશે. વાસ્તવમાં, જો પૈસા 5 વર્ષ પહેલાં ઉપાડવામાં આવે છે, તો એમ્પ્લોયરનું યોગદાન પગાર શ્રેણીમાંથી આવકમાં આવે છે. આ સિવાય અન્ય સ્ત્રોતોમાંથી થતી આવકમાં કર્મચારીનું યોગદાન સામેલ છે. આ બંને પર મળેલા વ્યાજ પર ટેક્સ લાગે છે.
નોકરી છોડ્યા પછી પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા પર કોઈ ટેક્સ નહીં
- જો કોઈ કર્મચારી નોકરી ગુમાવી દે અને પૈસા ઉપાડી રહ્યો હોય તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી.
- કંપની બંધ થવાના કિસ્સામાં પણ પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા પર કોઈ ટેક્સ લાગતો નથી.
આ સિવાય કર્મચારીના મૃત્યુ પછી પીએફમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ટેક્સ લાગતો નથી.
નવી કંપનીમાં જોડાવા સાથે પીએફ ટ્રાન્સફર કરવા પર પણ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
ઉલ્લેખનિય છે કે, EPF નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ નોકરી છોડ્યાના એક મહિના પછી રોજગાર દરમિયાન જમા થયેલી કુલ રકમના 75 ટકા ઉપાડી શકે છે. જો વ્યક્તિ બે મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર રહે છે, તો તે પીએફ ખાતામાંથી સંપૂર્ણ રકમ પણ ઉપાડી શકે છે.





















