શોધખોળ કરો
Advertisement
નવા ફીચર્સ સાથે હોન્ડાનું Activa 125 થયું લોન્ચ, જાણો શું છે કિંમત
નવી એક્ટિવા ત્રણ વેરિયન્ટ સ્ટાન્ડર્ડ, એલોય અને ડીલક્સમાં ઉપલબ્ધ છે. કંપનીએ સ્ટાન્ડર્ડ વેરિયન્ટની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 67,490, અલોય વેરિયન્ટની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 70,990 અને ડીલક્સ વેરિયન્ટની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 74,490 રૂપિયા રાખી છે.
નવી દિલ્હીઃ જાણીતી ટૂ વ્હીલર કંપની હોન્ડાએ ભારતીય બજારમાં પ્રથમ BS6 સ્કૂટર Activa125 લોન્ચ કરી છે. નવી એક્ટિવા ત્રણ વેરિયન્ટ સ્ટાન્ડર્ડ, એલોય અને ડીલક્સમાં ઉપલબ્ધ છે. કંપનીએ સ્ટાન્ડર્ડ વેરિયન્ટની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 67,490, અલોય વેરિયન્ટની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 70,990 અને ડીલક્સ વેરિયન્ટની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 74,490 રૂપિયા રાખી છે.
BS6 Honda Activa 125ની પ્રારંભિક કિંમત BS-4 વાળા એક્ટિવાના ડિસ્ક વેરિયન્ટથી 2478 રૂપિયા વધારે છે. કંપની તરફથી નવા મોડલમાં માઇલેજમાં 13 ટકા વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નવા એક્ટિવમાં BS-6ની સાથે 125cc ફ્યૂલ ઈન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. જે 6500 rpm પર 8.1bhpનો પાવર જનરેટ કરે છે.
કંપનીનું કહેવું છે કે, બીએસ 6 એમિશન નોર્મસથી નવું એક્ટિવા કોઇપણ જાતની સમસ્યા વગર બીએસ4ફ્યૂલ પર પણ ચલાવી શકાય છે.નવી એક્ટિવા 125ની માઇલેજ બીએસ4 વાળા વર્તમાન મોડલથી વધારે છે. જેનાથી પ્રદૂષણ પણ ઘટશે.
BS6 એન્જિનની સાથે કંપનીએ તેમાં નવા ફીચર્સ પણ આપ્યા છે. જે eSP ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાથી સાઇલેંટ સ્ટાર્ટ મળે છે. એક્ટિવા125 LED headlamps અને પોઝિશન લેમ્પ આપવામાં આવ્યા છે, જેમાં રિયલ ટાઇમ માઇલેજ અને ડિસ્ટેંસ ટૂ એમ્પટી જેવી જાણકારી આપવામાં આવી છે.
દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું, જાણો માત્ર 3 કલાકમાં કેટલો વરસાદ ખાબક્યો
હાર્દિક પટેલની વધી શકે છે મુશ્કેલી, જાણો કયા કેસમાં હાજર રહેવા અપાઈ નોટિસ
અનુષ્કા શર્માએ શેર કરી બિકિની તસવીર, સ્વીમિંગ પૂલમાં આમ કરી રહી છે રિલેક્સ, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement