Gold-Silver Price: શું બદલાઈ ગયા તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ, ચેક કરો સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું અને ચાંદી રોકાણ માટે ખૂબ જ સારો વિકલ્પ છે. તેમની કિંમતો વ્યવસાયિક દિવસોમાં અપડેટ કરવામાં આવે છે. આજે પણ દિલ્હીના બુલિયન માર્કેટમાં તેમના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: સોનું અને ચાંદી રોકાણ માટે ખૂબ જ સારો વિકલ્પ છે. તેમની કિંમતો વ્યવસાયિક દિવસોમાં અપડેટ કરવામાં આવે છે. આજે પણ દિલ્હીના બુલિયન માર્કેટમાં તેમના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. દેશભરમાં અત્યારે લગ્નસરાની સિઝન પુરબહારમાં ખીલી છે. ત્યારે સોનાના ભાવમાં પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના સોના અને ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે સોના અને ચાંદીના ભાવમાં પ્રતિ 10 ગ્રામ પર 100થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
આવો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે ?
સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો ?
- અમદાવાદમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું ₹ 62840 છે અને 22 કેરેટ માટે ₹ 57600 છે.
- દિલ્હીમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,940 છે.
- મુંબઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,840 છે.
- કોલકાતામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,840 છે.
- ચેન્નાઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,380 છે.
- બેંગલુરુમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,840 છે.
- હૈદરાબાદમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,840 છે.
- ચંદીગઢમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,940 છે.
- જયપુરમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,940 છે.
- પટનામાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 62,890 રૂપિયા છે.
- લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62,940 રૂપિયા છે.
- નાગપુરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62,840 રૂપિયા છે.
- સુરતમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62,890 રૂપિયા છે.
- પુણેમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62,840 રૂપિયા છે.
- કેરળમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 63,840 રૂપિયા છે.
- બેંગ્લોરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62,840 રૂપિયા છે.
આજે વાયદાના વેપારમાં સોનાનો ભાવ રૂ.58 ઘટીને રૂ.62,287 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, એપ્રિલ ડિલિવરી માટેના સોનાના કોન્ટ્રેક્ટ 13,171 લોટના બિઝનેસ ટર્નઓવર પર રૂ. 58 અથવા 0.09 ટકા ઘટીને રૂ. 62,287 પ્રતિ 10 ગ્રામ રહ્યા હતા.
સોમવારે ચાંદીની કિંમત 329 રૂપિયાના ઘટાડા સાથે 70,150 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે, માર્ચ ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ 18,884 લોટના ટર્નઓવર સાથે રૂ. 329 અથવા 0.47 ટકા ઘટીને રૂ. 70,150 પ્રતિ કિલોગ્રામ રહ્યા હતા.
સોનું વિશ્વભરમાં, ખાસ કરીને ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રોકાણ સાધનો પૈકીનું એક છે. અન્ય નાણાકીય અસ્કયામતોની જેમ સોના ચાંદીના ભાવમાં પણ સતત વધઘટ થતી રહે છે. જ્યારે સોનાની માંગ એ તેના બજાર ભાવને નિર્ધારિત કરતા મુખ્ય પરિબળોમાંનું એક છે, અન્ય પરિબળોની પણ ભૂમિકા છે.
https://t.me/abpasmitaofficial