(Source: ECI/ABP News/ABP Majha)
HDFC બેંકે ગ્રાહકો માટે નોટિફિકેશન બહાર પાડ્યું, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ જરૂરી નિયમ, જાણો વિગતે
E-Mandate સંબંધિત એક સામાન્ય પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.
ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થવાનો છે. નવી ડેબિટ પેમેન્ટ સિસ્ટમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ નવી ડેબિટ પેમેન્ટ સિસ્ટમ મુજબ, હવે બેંકો અને ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે ફોનપે, પેટીએમએ હપ્તા અથવા બિલ કાપતા પહેલા તમારી પાસેથી પરવાનગી લેવી પડશે. તેઓએ તેમની સિસ્ટમમાં આવા ફેરફાર કરવા પડશે કે તેઓ પરવાનગી વગર તમારા પૈસા કાપી શકશે નહીં.
HDFC એ જાહેરનામું બહાર પાડ્યું
HDFC બેન્કે આ નવા નિયમ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઓટો પે સંબંધિત જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર, બેંક જ્યાં સુધી રિઝર્વ બેન્કની માર્ગદર્શિકાને અનુરૂપ ન હોય ત્યાં સુધી ઈ-મેન્ડેટ પ્રોસેસિંગ અથવા ઓટો ડેબિટ પ્રોસેસિંગ સંબંધિત કોઈ સૂચના સ્વીકારશે નહીં. જો તમે બેંકની મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરીને ઓટો બિલરને તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ સાથે લિંક કર્યું છે, તો તે કામ કરશે નહીં.
E-Mandate સંબંધિત એક સામાન્ય પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. HDFC બેન્કન તરફથી કહેવામાં આવ્યું હતું કે તેણે નવા નિયમન હેઠળ ઇન્ટર્નલ ડેવલપમેન્ટને અપગ્રેડ કર્યા છે. આ સુવિધા શરૂ ન થાય ત્યાં સુધી બેંક તેના ગ્રાહકોને કેટલીક સુવિધા પૂરી પાડે છે.
મર્યાદિત વેપારી માટે સુવિધા શરૂ કરી
HDFC કાર્ડ દ્વારા કોઈપણ પ્રકારની ચુકવણી કરી શકાય છે. બેંકિંગ, ફોન બિલ, વીજળી બિલ, ગેસ બિલ, મોબાઇલ બિલ, ડીટીએચ બિલ, એલપીજી બિલની મદદથી બિલરમાં ઉમેરી શકાય છે. હાલમાં નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમને પ્લેટફોર્મ સાથે મર્ચન્ટ તરીકે જોડવામાં આવ્યા છે. આ બંને માટે ઓટો પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. અત્યારે માસ્ટર કાર્ડ, ડાઈનર્સ કાર્ડ, રૂપેય કાર્ડ પર ઓટો પેની સુવિધા ઉપલબ્ધ નથી. ખૂબ જ જલ્દી આ કાર્ડ્સ પર પણ ઓટો પેની સુવિધા શરૂ કરવામાં આવશે.
ગ્રાહકોની પરવાનગી બાદ પૈસા કાપવામાં આવશે
નવી સિસ્ટમની સુવિધા મેળવવા માટે તમારો મોબાઈલ નંબર બેંકમાં અપડેટ થવો જોઈએ. આ એટલા માટે છે કારણ કે તમારા અપડેટ કરેલા નંબર પર એસએમએસ દ્વારા ડેબિટની સૂચના આવશે. ધ્યાનમાં રાખો કે નવી ડેબિટ સિસ્ટમ ફક્ત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અથવા તેમના પર સેટ કરેલ ઓટો ડેબિટ ચુકવણીના મોડ પર લાગુ થશે.