શોધખોળ કરો

Hexaware Tech IPO: આવી રહ્યો છે ભારતનો સૌથી મોટો IT IPO, તુટી જશે TCSનો રેકોર્ડ

Hexaware Technologies DRHP: હાલમાં, IT સેક્ટરમાં સૌથી મોટા IPOનો રેકોર્ડ ટાટા ગ્રુપના TCSના નામે છે, જેનો IPO લગભગ બે દાયકા પહેલા આવ્યો હતો...

Hexaware Technologies DRHP: શેરબજારની વર્તમાન તેજીમાં ઝડપી આઈપીઓ લોન્ચ થઈ રહ્યા છે. આ યાદીમાં એક નવું નામ ઉમેરવાનું છે જે હેક્સાવેર ટેક્નોલોજીસ છે, જે મુંબઈ સ્થિત IT સેવા પૂરી પાડતી કંપની છે. IT સેક્ટરની આ કંપનીએ તેના IPO પ્લાન અંગેનો ડ્રાફ્ટ (DRHP) માર્કેટ રેગ્યુલેટર સેબીને સુપરત કર્યો છે.

આઈટી સેક્ટરનો સૌથી મોટો આઈપીઓ
હેક્યાવેર ટેક્નોલોજીસ આશરે રૂ. 10 હજાર કરોડનો જંગી IPO લોન્ચ કરવાની યોજના ધરાવે છે. જો તેના પ્લાનને માર્કેટ રેગ્યુલેટર દ્વારા મંજૂર કરવામાં આવશે તો પ્રસ્તાવિત IPOના નામે નવા રેકોર્ડ પણ નોંધવામાં આવશે. તેનું નામ દેશના અત્યાર સુધીના સૌથી મોટા IPOની યાદીમાં સામેલ થશે. આઈટી સેક્ટર માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે.

TCSનો આ રેકોર્ડ તૂટી જશે
હાલમાં, સ્થાનિક બજારમાં IT સેક્ટરમાં સૌથી મોટા IPOનો રેકોર્ડ ટાટા ગ્રૂપની IT કંપની TCS પાસે છે, જે ભારતની સૌથી મોટી IT કંપની પણ છે. TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસે લગભગ બે દાયકા પહેલા રૂ. 4,713 કરોડનો IPO લાવી હતી. હેક્યાવેર ટેક્નોલોજીસ (Hexaware Technologies) રૂ. 9,950 કરોડનો IPO લાવવાની યોજના ધરાવે છે. તેનો અર્થ એ કે હેક્યાવેર ટેકનો પ્રસ્તાવિત IPO TCS IPO કરતા લગભગ 2 ગણો હશે.

કાર્લાઇલે 2021માં હસ્તગત કરી હતી
હેક્યાવેર ટેક્નોલોજીસ (Hexaware Technologies) એ IPO માટે મેનેજર તરીકે કોટક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, સિટી ગ્લોબલ માર્કેટ્સ, જેપી મોર્ગન, SBC સિક્યુરિટીઝ અને IIFL સિક્યોરિટીઝની નિમણૂક કરી છે. અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ કાર્લાઈલ આઈટી કંપનીની પ્રમોટર છે. કાર્લાઈલે 2021માં બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી એશિયા (હવે EQT) પાસેથી આશરે 3 બિલિયન ડોલરમાં હેક્સાવેર ખરીદ્યું હતું.

જેના કારણે યોજનાને લઈને હોબાળો થયો હતો
હેક્સાવેર ટેકના આઈપીઓ પ્લાન પર પણ સવાલોનો દોર ઊભો થયો છે. ખરેખર, આ IT કંપની અગાઉ શેરબજારમાં લિસ્ટ થઈ છે. કંપની લગભગ બે દાયકા પહેલા જૂન 2002માં શેરબજારમાં લિસ્ટ થઈ હતી. જોકે, તેને લગભગ 4 વર્ષ પહેલા ડિલિસ્ટ કરવામાં આવી હતી. જૂની પ્રમોટર કંપની બેરિંગ પ્રાઇવેટ ઇક્વિટી એશિયાએ 2020માં હેક્સાવેર ટેકનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે અનેક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે લિસ્ટેડ કંપની પહેલા પ્રાઈવેટ ગઈ હતી અને હવે ઈન્ફ્લેટેડ વેલ્યુએશન સાથે આઈપીઓ લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહી છે, જે રોકાણકારો સાથે છેતરપિંડી છે.

આ પણ વાંચો...

Reliance Car: પ્રથમ વખત કાર બનાવવા જઈ રહી છે રિલાયન્સ, ટાટા-મહિન્દ્રાને આપશે ટક્કર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget