માત્ર 3999 રૂપિયામાં હોંડા કંપની આપી રહી છે એક્ટિવા, કઈ બેંકનું ડેબિટ કાર્ડ યુઝ કરશો તો મળશે 5000 સુધીનું કેશ બેક ?
Honda Motorcycle and Scooter India એ Activa 125 સ્કૂટર પર ખાસ કેશબેક ઓફર આપી છે
Honda Motorcycle and Scooter India એ Activa 125 સ્કૂટર પર ખાસ કેશબેક ઓફર આપી છે. હોન્ડા દ્વારા જાહેર કરાયેલી આ ઓફરમાં ગ્રાહકોને સ્કૂટરની ખરીદી પર 5,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકોને પસંદગીના ડેબિટ કાર્ડ દ્વારા EMI પર સ્કૂટર ખરીદવા પર આ ઑફરનો લાભ મળશે. કંપની ઓછામાં ઓછા 30,000 રૂપિયાની ખરીદી પર 5 ટકા કેશબેક એટલે કે 5,000 રૂપિયા સુધી આપશે. કંપનીએ ગ્રાહકોને વધુ સારી ઓફર આપી છે, જેમાં Honda Activa 125 માત્ર 3,999 રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે ખરીદી શકાય છે. કંપની તરફથી સ્ટાર્ડન્ડ ચાર્ટર્ડ, ફેડરલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, indusind bank અને યશ બેન્કના ગ્રાહકોને કેશબેકની ઓફર આપી રહી છે.
આ સિવાય Honda Motorcycle & Scooter India ગ્રાહકોને Activa 125 સ્કૂટરને 3,999 રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે ઓફર કરી રહી છે. કંપની આ ઓફર ફક્ત 31 માર્ચ 2022 સુધી ગ્રાહકોને આપશે. આ ઑફરમાં ડીલરશીપ અને શહેરના આધારે ફેરફાર થઇ શકે છે. તેથી અમે ગ્રાહકોને શ્રેષ્ઠ ડીલ માટે તેમની નજીકની ડીલરશીપનો સંપર્ક કરવાની વિનંતી કરીએ છીએ. Activa 125 ઉપરાંત Hondaએ Activa 6G પર પણ આ ઓફર ઉપલબ્ધ કરાવી છે. આ સ્કૂટરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 74,157 રૂપિયા છે જે વધીને 82,820 રૂપિયા સુધી જાય છે.
કંપનીનું બેસ્ટ સેલિંગ સ્કૂટર
હોન્ડા એક્ટિવા 125ને ભારતીય ગ્રાહકો કેટલું પસંદ કરે છે તે કહેવાની જરૂર નથી. આ સ્કૂટર લાંબા સમયથી કંપનીનું સૌથી વધુ વેચાતું સ્કૂટર રહ્યું છે. હોન્ડા ટુ-વ્હીલર્સે પણ ગયા મહિને ભારતમાં આ સ્કૂટરના 1,43,234 યુનિટ વેચ્યા છે. Honda Activa 124 cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે જે 6500 rpm પર 8.18 bhp પાવર અને 5000 rpm પર 10.3 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ભારતીય બજારમાં તે Suzuki Access 125 અને TVS Jupiter 125ને સ્પર્ધા આપે છે.
IND vs SL, 3rd T20:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો