Education Budget 2025: શિક્ષણ ક્ષેત્રે બજેટમાં મહત્વની જાહેરાત, મેડિકલ કોલેજમાં વધશે સીટો,જાણો ડિટેલ
Education Budget 2025:નિર્મલા સીતારમણે પણ બજેટમાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે IITમાં 6500 સીટો વધારવામાં આવશે. 3 AI કેન્દ્રો ખોલવામાં આવશે.

Education Budget 2025:નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં 50,000 સરકારી શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવશે. તેમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી, તમામ સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં પણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો વિસ્તાર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે કૌશલ્ય વિકાસ માટે 5 નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે. આ સિવાય બીજી ઘણી જાહેરાતો પણ કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન તેમણે શિક્ષણ ક્ષેત્રને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં 3 સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે, જે AI પર આધારિત હશે. આ કેન્દ્રો માટે રૂ. 500 કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે. તેમણે આઈઆઈટીમાં વિસ્તરણ અંગે પણ વાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં 23 IITમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 100%નો વધારો થયો છે. આવી સ્થિતિમાં, "2014 પછી બનેલી 5 IITમાં 6,500 વિદ્યાર્થીઓ માટે વધારાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે IIT પટનામાં હોસ્ટેલ અને પાયાની સુવિધાઓનું પણ વિસ્તરણ કરવામાં આવશે. આ સાથે, કૌશલ્ય માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ માટે 5 નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે.
બજેટમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત
ITR અને TDS મર્યાદા વધી. ટીડીએસની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ કપાતમાં વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી હતી. છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
Union Budget 2025: બજેટમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત
ITR અને TDS મર્યાદા વધી. ટીડીએસની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ કપાતમાં વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી હતી. છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે,
Union Budget 2025: 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી છે. હવે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
- - 0-4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં
- - 4-8 લાખ રૂપિયા સુધી 5 ટકા ટેક્સ
- - 8-12 લાખ રૂપિયા સુધી 10 ટકા ટેક્સ
- - 12-16 લાખ રૂપિયા સુધી 15 ટકા ટેક્સ
- - 16-20 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ
- - 20-24 લાખ રૂપિયા સુધી 25 ટકા ટેક્સ
- - 24 લાખ રૂપિયાથી ઉપર 30 ટકા ટેક્સ





















