Indegene IPO: 46 ટકા પ્રિમીયમ સાથે ધમાકેદાર લિસ્ટિંગ, Indegeneના રોકાણકારોને થઇ આટલી કમાણી
Indegene IPO: ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર કંપની ઈન્ડિજેનીએ આજે શેરબજારમાં શાનદાર શરૂઆત કરી હતી.
Indegene IPO: ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર કંપની ઈન્ડિજેનીએ આજે શેરબજારમાં શાનદાર શરૂઆત કરી હતી. IPOને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ સોમવારે કંપનીના શેર 46 ટકાના વધારા સાથે માર્કેટમાં લિસ્ટ થયા હતા. આ સાથે ઈન્ડિજેનીએ માત્ર એક સપ્તાહમાં તેના રોકાણકારોને 45 ટકાથી વધુનો ફાયદો કરાવ્યો હતો.
આટલી હાઇ પર હતો જીએમપી
Indigenyના શેર BSE પર 44.91 ટકાના પ્રીમિયમ સાથે 659.70 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. જ્યારે તેની શરૂઆત NSE પર 46 ટકા પ્રીમિયમ સાથે થઈ હતી. આ આઈપીઓના સારા પ્રીમિયમ પર લિસ્ટિંગના સંકેતો પહેલાથી જ હતા. લિસ્ટિંગ પહેલા Indigenyના શેર લગભગ 65 ટકાના નફા સાથે ગ્રે માર્કેટમાં 740 થી 760 રૂપિયા વચ્ચે ટ્રેડ કરી રહ્યા હતા.
ગયા અઠવાડિયે આઈપીઓ આવ્યો હતો
કંપનીએ ગયા અઠવાડિયે શેરબજારમાં તેનો IPO લોન્ચ કર્યો હતો, જેને રોકાણકારોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. આ IPOનું કુલ કદ 1,841.76 કરોડ રૂપિયા હતું, જેમાં રૂ. 760 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 1,081.76 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. આ IPO 6 મેના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને 8 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહ્યો હતો.
આ IPO દરેક કેટેગરીના રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તે એકંદરે 70.30 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. એટલે કે IPOમાં ઓફર કરાયેલા દરેક 1 શેર માટે 70 થી વધુ બિડ આવી હતી. QIB કેટેગરી સૌથી વધુ 192.72 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારોએ 55.91 વખત ઇશ્યૂ સબસ્ક્રાઇબ કર્યો હતો. રિટેલ રોકાણકારોની કેટેગરીને 7.86 વખત સબસ્ક્રિપ્શન મળ્યું અને કર્મચારીઓ માટે આરક્ષિત કેટેગરીને 6.62 વખત સબસ્ક્રિપ્શન મળ્યું.
દરેક લોટ પર આટલી આવક થઈ હતી
આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 430 થી 452 રૂપિયા રાખવામાં આવી હતી, જ્યારે IPOના એક લોટમાં 33 શેર સામેલ હતા. આ રીતે જોવામાં આવે તો રિટેલ રોકાણકારોને એક લોટ ખરીદવા માટે 14,916 રૂપિયાની જરૂર હતી. આજે લિસ્ટિંગ બાદ ઈન્ડિજેનીના એક શેરની કિંમત અંદાજે 660 રૂપિયા થઈ ગઈ છે. જોકે, માર્કેટમાં ઘટાડાને કારણે લિસ્ટિંગ બાદ ભાવમાં થોડો સુધારો થયો હતો. શરૂઆતના વેપારમાં આ શેર લગભગ 10 ટકા કરેક્ટ થઇને 594 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ મુજબ IPO રોકાણકારો હાલમાં દરેક લોટ પર લગભગ રૂ. 4,700 નો નફો કરી રહ્યા છે.