શોધખોળ કરો
Advertisement
Petrol Price: જાણો ભારતના પાડોશી દેશોમાં કેટલી છે એક લિટર પેટ્રોલની કિંમત
હાલમાં એક લિટર પેટ્રોલની જેટલી બેસ પ્રાઈઝ છે તેના કરતાં વધારે તો કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી વસુલે છે.
દેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે અને વિરોધ પક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 20 ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમત 100.96 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા પાડોશી દેશોમાં પેટ્રોલની કિંમત ભારત કરતાં 50 રૂપિયા જેટલી ઓછી છે જ્યારે આમાંના કેટલાક પાડોશી દેશને ભારત જ પેટ્રોલ આપે છે.
ભૂટાનમાં મોંઘવારી હોવા છતાં સસ્તું છે પેટ્રોલ
પાડોશી દેશ ભૂટાનની વાત કરીએ તો અહીં 15 ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમત માત્ર 49.56 રૂપિયા પ્રતિ લિટર હી. બીજી બાજુ પાકિસ્તાનમાં જોરદાર મોંઘવારી હોવા છતાં પેટ્રોલની કિંમત માત્ર 51.14 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે શ્રીલંકામાં 60.26 રૂપિયા તો નેપાળમાં 68.98 રૂપિયા પેટ્રોલની કિંમત છે. જોકે આ પાડોશી દેશોને છોડીને બાંગ્લાદેશ અને ચીનમાં પેટ્રોલ થોડું મોઘું છે. બાંગ્લાદેશમાં પેટ્રોલની કિંમત 76.41 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ચીનમાં પેટ્રોલની કિંમિત 74.74 રૂપિયા છે. આમ આ બન્ને દેશોમાં ભારતની તુલનામાં પેટ્રોલની કિંમત 25 રૂપિયા જેટલી સસ્તી છે.
ભારતમાં પેટ્રોલ શા માટે મોંઘું છે
ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પર 16 ફેબ્રુઆરી 2021ની કિંમત મુજબ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની બેસ પ્રાઈઝ 31.82 રૂપિયા છે. ત્યાર બાદ તેના પર નૂર ભાડા પેટેટ 28 પૈસા પ્રતિ લિટર લાગે છે. ત્યાર બાદ ડીલર પાસે 32.10 રૂપિયામાં પહોંચે છે. ત્યાર બાદ તેના પર 32.90 એક્સાઈઝ ડ્યૂટી લાગે છે જે કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. 3.68 રૂપિયા ડીલરનું કમીશન લાગે છે અને 20.61 રૂપિયા વેટ લાગે છે જે રાજ્ય સરકાર વસુલે છે. આ બધુ મળીને એક લિટર પેટ્રોલની કિંમત 89.29 રૂપિયા આવે છે. એટલે કે બેસ પ્રાઈઝના 168 ટકા અને રૂપિયામાં 53.31 રૂપિયા થાય છે.
મોટી વાત એ છે કે હાલમાં એક લિટર પેટ્રોલની જેટલી બેસ પ્રાઈઝ છે તેના કરતાં વધારે તો કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી વસુલે છે. જ્યારે વર્ષ 2014ની તુલનવામાં સરકારે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં 217 ટકાનો વધારો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement