શોધખોળ કરો
Advertisement
જાણો શું હોય છે બ્લેક બજેટ, ભારતમાં ક્યારે કરવામાં આવ્યું હતું રજૂ ?
નવી દિલ્હીઃ મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. ભારતમાં 1973-74માં ઈતિહાસમાં ક્યારેય રજૂ ન થયું હોય તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને બ્લેક બજેટ કહેવાય છે. આ બજેટમાં સરકારે 550 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી હોવાથી તે બ્લેક બજેટ તરીકે ઓળખાય છે.
જ્યારે સરકારનો ખર્ચ તેની આવકની તુલનામાં વધારે હોય અને તેના કારણે ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષના બજેટમાં ઘટાડો કરવામાં આવે અને જે બજેટ રજૂ થાય તેને બ્લેક બજેટ કહેવાય છે. જેમકે સરકારની આવક 10 રૂપિયા છે પરંતુ તેનો ખર્ચ 15 રૂપિયા છે, ત્યારે સરકાર ખોટને સરભર કરવા માટે બ્લેક બજેટ રજૂ કરે છે.
ભારતે બ્લેક બજેટ રજૂ કર્યું તેના વર્ષ બે વર્ષ પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું હતું અને તે પછી દેશમાં દુકાળ પડ્યો હતો. આ કારણે સરકારે સ્વતંત્ર ભારતનું પ્રથમ અને એક માત્ર બ્લેક બજેટ રજૂ કર્યું હતું. બ્લેક બજેટ રજૂ કરતી વખતે તત્કાલીન નાણા મંત્રી યશવંતરાજ ચવ્હાણે તેમના ભાષણમાં કહ્યું હતું કે, દેશમાં દુકાળના કારણે ઊભી થયેલી હાલત અને ખાદ્યાન્ન ઉત્પાદનમાં ભારે ઘટાડાના કારણે બજેટ ખોટ વધી ગઈ છે.
બ્લેક બજેટ ભારતના ઈતિહાસમાં માત્ર એક વખત જ રજૂ થયું છે. સામાન્ય રીતે ભારતમાં સામાન્ય બજેટ જ રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત શૂન્ય આધારિત બજેટ અને વચગાળાનું બજેટ પણ રજૂ થાય છે. વચગાળાના બજેટમાં સરકાર કોઈ નીતિગત ફેંસલો લેતી નથી અને નવો કોઈ ટેક્સ લગાવતી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion