શોધખોળ કરો

લોકડાઉનને કારણે રિલાયન્સના કર્મચારીઓને ફટકો, કોના પગારમાં થશે 10-50 ટકાનો ઘટાડો, જાણો વિગતે

કાર્યકારી ડાયરેક્ટર, કાર્યકારી સમિતિના સભ્યો સહિત રિલાયન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્યોનો પગાર 30થી 50 ટકા સુધી ઘટાડવામાં આવશે. જે કર્મચારીઓનું પેકેજ 15 લાખ રૂપિયાથી ઓછું છે તેમના પગારમાં કોઈ ઘટાડો નહીં આવે.

નવી દિલ્હીઃ કોરનોા વાયરસ સંકટની અસર દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી પર પણ પડી છે. મુકેશ અંબાણીએ પોતાના આખા વર્ષનો પગાર છોડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કંપનીના મોટાભાગના કર્મચારીઓના પગારમાં 10થી 50 ટકા કાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિફાઈનરીથી લઈને ટેલીકોમ સેક્ટર સુધી વિવિધ કામ કરનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને મોકલવામાં આવેલ એક મેસેજમાં આ જાણકારી આપી છે. કંપનીએ કર્મચારીઓનું વાર્ષિક બોનસ પણ ટાળી દીધું છે. જે સામાન્ય રીતે નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આપવામાં આવતું હોય છે. કંપનીએ અલગ અલગય યૂનિટ્સના પ્રમુખોએ કર્મચારીઓને પગાર કાપની જાણકારી આપતો મેસેજ મોકલ્યો છે. મેસેજ અનુસાર કંપની સતત આર્થિક અને કારોબારી સ્થિતિની સમીક્ષા કરશે અને પોતાની આવક વધારવાના નવા રસ્તા શોધશે. મેસેજમાં લખ્યું છે, ‘આપણા હાઈડ્રોકાર્બન કારોબાર પર ખૂબ દબાણ છે. માટે અમે આપણી કોસ્ટને યુક્તિસંગત બનાવવી પડશે અને અમે તમામ ક્ષેત્રોમાં સતત ઘટાડો કરી રહ્યા છે. હાલમાં સ્થિતિની માગ છે કે આપણે આપણો પ્રોડક્શન ખર્ચ અને નક્કી ખર્ચને તર્કસંગત બનાવીએ અને બધાએ તેમાં ફાળો આપવાની જરૂરત છે.’ અંબાણી પોતાનો આખા વર્ષનો 15 કરોડ રૂપિયાનો પગાર છોડી રહ્યા છે. કાર્યકારી ડાયરેક્ટર, કાર્યકારી સમિતિના સભ્યો સહિત રિલાયન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્યોનો પગાર 30થી 50 ટકા સુધી ઘટાડવામાં આવશે. જે કર્મચારીઓનું પેકેજ 15 લાખ રૂપિયાથી ઓછું છે તેમના પગારમાં કોઈ ઘટાડો નહીં આવે. પરંતુ તેનાથી ઉપરની આવકવાળા કર્મચારીના પગારમાં 10 ટકાનો ઘટાડો આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે અંબાણી વાર્ષિક 15 કરોડ રૂપિયા પગાર લે છે. તેના પગારમાં 2008-09 બાદથી કોઈ ફેરફાર થયો નથી. કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉ ચાલુ છે. તેના કારણે કારખાના, એરલાઈન્સ, રોડ ટ્રાન્સપોર્ટ, લોકોની અવરજવર, કાર્યાલય અને થિયેટર વગેરે બંધ છે. લોકો ઘરેમાં રહેવા માટે મજબૂર છે. તેનાથી બજારમાં માગ પ્રભાવિત થઈ છે અને તેની અસર કારોબાર પર પડી રહી છે. રિલાયન્સનો રિફાઇનરી કારોબાર તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધીRajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget