શોધખોળ કરો
હવે સરળતાથી ટ્રાન્સફર થશે વ્હીકલ, નહીં લગાવવા પડે RTOના ચક્કર, જાણો શું થશે ફાયદો
આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે.

આપણાં દેશમાં વ્હીકલ ખરીદવું ભલે સરળ હોય પરંતુ તેને તમારા નાને કરાવવા અથવા ટ્રાન્સફર કરવવામાં ઘણી મુશ્કેલી આવે છે. પરંતુ હવે તમને ટૂંકમાં જ તેમાંથી છૂટકારો મળવાનો છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રાલયે વાહન ટ્રાન્સફરની પ્રોસેસને સરળ બનાવવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. નવા પ્રસ્તાવ અનુસાર વાહનના માલિક વ્હીકલ રજિસ્ટ્રેશન બાદ પણ ઓનલાઈન અરજીના માધ્યમથી કોઈને પણ નોમિની બનાવી શકશે.
નહીં લગાવવા પડે RTOના ચક્કર
આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે. તમારે હાલની જેમ પરિવારના સભ્યોએ સતત અલગ અલગ ઓફિસ જવાની અને અનેક જાણકારી અને ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂરત નહીં રહે. ઉપરાંત કોમર્શિયલ વ્હીકલના કેસમાં ક્યારેય વાહનની પરમિટ રદ્દ થઈ જાય છે. તેનાથી વાહનનો ઉપોયગ કરવાની મંજૂરી ફરીથી લેવામાં મુશ્કેલી આવી શકે છે.
આધાર કાર્ડથી થશે વેરિફિકેશન
વાહનના નોમિનિ વ્યક્તિને માલિકના મોતના કેસમાં વાહનનો કાયદાકીય ઉત્તરાધિકારી બનાવવા માટે ઓળખનો પુરાવો આપવો પડશે. જો નોમિનિ વ્યક્તિ પહેલાથી જ નોમિની છે, તો વાહનને તેના નાને ટ્રાન્સફર કરવામાં આવશે અને નોમિનિ વ્યક્તિએ પોર્ટલ પર ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને પોર્ટલના માધ્યમથી તેના નામ પર રજિસ્ટ્રેશનનાં નવાં સર્ટિફિકેટ માટે અરજી કરવાની રહેશે જે આધાર કાર્ડ દ્વારા વેરીફાઈ કરવામાં આવશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
રાજકોટ
Advertisement