Ola Electric Listing: ઓલા ઇલેક્ટ્રિકના IPOના રોકાણકારો થયા નિરાશ, જાણો કેટલા રૂપિયામાં થયું લિસ્ટિંગ?
આજે બજારમાં કંપનીના શેરનું લિસ્ટિંગ પણ ખરાબ સાબિત થયું હતું.
![Ola Electric Listing: ઓલા ઇલેક્ટ્રિકના IPOના રોકાણકારો થયા નિરાશ, જાણો કેટલા રૂપિયામાં થયું લિસ્ટિંગ? Ola Electric Mobility Ltd on Friday made a stock market debut with a flat listing Ola Electric Listing: ઓલા ઇલેક્ટ્રિકના IPOના રોકાણકારો થયા નિરાશ, જાણો કેટલા રૂપિયામાં થયું લિસ્ટિંગ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/fae113e63c853848dfdb43251844d4881723174858876685_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના આઈપીઓના રોકાણકારોને આજે બજારમાં પ્રથમ દિવસે નુકસાન સહન કરવું પડ્યું હતું. મહિનાઓની રાહ જોયા પછી આવેલા આ IPOને ખરાબ પ્રતિસાદ મળ્યો હતો. જે બાદ આજે બજારમાં કંપનીના શેરનું લિસ્ટિંગ પણ ખરાબ સાબિત થયું હતું.
સામાન્ય ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા શેર
સવારે 10 વાગ્યે ઓલા ઈલેક્ટ્રીકના શેર 0.01 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 75.99 પર NSE પર લિસ્ટ થયા હતા. આ IPOની પ્રાઇસ બેન્ડ 72 થી 76 રૂપિયા હતી જ્યારે એક લોટમાં 195 શેર હતા. આ રીતે IPOમાં રોકાણ કરવા માટે રોકાણકારોએ દરેક લોટ પર ઓછામાં ઓછા 14,820 રૂપિયા ખર્ચવા પડતા હતા. કંપનીના શેર 75.99 પર લિસ્ટ થયા હતા જેના કારણે રોકાણકારોને કદાચ બહુ નુકસાન થયું ન હતું, પરંતુ નફાની તમામ આશાઓ ઠગારી નીવડી હતી.
જો કે, થોડીવારમાં શેરમાં સારો ઉછાળો આવ્યો અને NSE પર શેર 15 ટકા વધ્યો હતો. ટ્રેડિંગની શરૂઆતની થોડી મિનિટો પછી 10:10 વાગ્યે Ola ઇલેક્ટ્રિકનો શેર લગભગ 15 ટકાના વધારા સાથે 87.70 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.
ડિસ્કાઉન્ટ પર ઓલા ઈલેક્ટ્રીકના શેરની લિસ્ટિંગના સંકેતો પહેલાથી જ હતા. આજે લિસ્ટિંગ પહેલાં ઓલા ઈલેક્ટ્રિકના શેર્સ ગ્રે માર્કેટમાં 3 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા અને પ્રીમિયમ (GMP) નકારાત્મક એટલે કે શૂન્યથી નીચે (માઈનસ 3 પર) આવી ગયું હતું. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ શૂન્ય હોવું અથવા નેગેટિવ ઝોનમાં આવવું એ ખરાબ લિસ્ટિંગ સૂચવે છે.
6 હજાર કરોડ રૂપિયાથી મોટો IPO
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડનો IPO 2 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો અને 6 ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહ્યો હતો. ઓલા ઈલેક્ટ્રીક આ આઈપીઓ દ્વારા બજારમાંથી 6,145.56 કરોડ રૂપિયામાં એકત્ર કરવામાં સફળ રહી છે. IPOમાં 5,500 કરોડ રૂપિયાના 72.37 કરોડ શેરના ફ્રેશ ઈશ્યુ અને 645.56 કરોડ રૂપિયાના 8.49 કરોડ શેરના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓને બજારમાં હળવો પ્રતિસાદ મળ્યો છે. તેને QIB કેટેગરીમાં 5.53 ગણું સબસ્ક્રિપ્શન, NII કેટેગરીમાં 2.51 ગણું સબ્સ્ક્રિપ્શન અને રિટેલ કેટેગરીમાં 4.05 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતુ. પ્રતિ શેર 7 રૂપિયાના ડિસ્કાઉન્ટને કારણે કર્મચારી વર્ગને મહત્તમ 12.38 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ રીતે IPO એકંદરે 4.45 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)