શોધખોળ કરો

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલ 2-3 રૂપિયા સસ્તું થશે, જાણો શું છે અપડેટ

Petrol Diesel Rate: આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડના ભાવ 74 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા છે જે માર્ચના 83-84 ડોલર પ્રતિ બેરલની સરખામણીમાં ઘણા ઓછા છે તો દેશમાં પેટ્રોલ ડીઝલના રેટ ક્યારે ઘટશે.

Petrol Diesel Rates: દેશમાં સામાન્ય જનતા પેટ્રોલ ડીઝલની વર્તમાન કિંમતોથી ખુશ નથી અને સતત સરકાર પાસેથી આ કિંમતો પર રાહતની આશા રાખે છે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ પહેલાના મુકાબલે સસ્તા છે તો દેશમાં પણ પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણના રેટ ઘટાડવાની માંગ થઈ રહી છે. હવે તમારા માટે એવા સમાચાર આવ્યા છે કે તમને પેટ્રોલ ડીઝલના રેટ પર રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં જે ઘટાડો આવ્યો છે, તેના આધારે ઘરેલુ બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ 2-3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની સંભાવના છે, એવું રેટિંગ એજન્સી ઇક્રાએ એક નોંધમાં કહ્યું છે.

ઇક્રાએ તેની નોંધમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડના ભાવ 74 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે અને જે માર્ચના 83 84 ડોલર પ્રતિ બેરલની સરખામણીમાં ઘણા ઓછા છે. જો આવું જ રહે છે અને કાચા તેલના ભાવ નીચે રહે છે તો ઘરેલુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 2 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધી ઈંધણના ભાવ ઘટાડી શકે છે. સામાન્ય ગ્રાહકો માટે આ નિર્ણય તેમના ખિસ્સા પર વધેલા બોજને થોડો ઘટાડી શકે છે.

શા માટે ઇક્રાએ આ વાત કહી

ઇક્રા અનુસાર ક્રૂડમાં દેખાયેલા તાજેતરના ઘટાડાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સારા માર્જિન પર બેઠી છે. સરકારી નિયંત્રણ વાળી આ OMCs ને આ સમયે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાથી નુકસાન નહીં થાય કારણ કે તેઓ પહેલેથી જ નફામાં આવી ચૂકી છે અને તેમણે હવે આ નફાને રાહત સ્વરૂપે ગ્રાહક પાસે મોકલવો જોઈએ.

ઇક્રાએ શું કહ્યું છે

ઇક્રાનો અંદાજ છે કે 17 સપ્ટેમ્બર, 2024 સુધી આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કિંમતની તુલનામાં આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ મેળવવામાં રિકવરી 15 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ માટે 12 રૂપિયા પ્રતિ લિટર વધારે રહી છે.

શા માટે ઓઈલના ભાવ ઘટાડવાની સંભાવના છે

જણાવી દઈએ કે માર્ચ, 2024થી ઈંધણના છૂટક ભાવ બદલાવ વિના સ્થિર રહ્યા છે. લોકસભા ચૂંટણીઓના થોડા સમય પહેલા 15 માર્ચ 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બે રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઇક્રા અનુસાર જ્યારે ઈંધણના રેટ એકસમાન રહ્યા છે. જો આ જ સ્થિતિ ચાલુ રહે છે તો પેટ્રોલ ડીઝલના રેટ બેથી ત્રણ રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટાડવામાં કોઈ મુશ્કેલી નહીં થવી જોઈએ. તેલ કંપનીઓ જે પેટ્રોલ ડીઝલની 1 રૂપિયા પ્રતિ લિટરના માર્કેટ ગેઇન (બજાર લાભ)થી 0.9 ડોલર પ્રતિ બેરલના GRMને પૂરો કરવામાં સક્ષમ છે.

શા માટે ઘટી રહ્યા છે ક્રૂડ ઓઈલ ભાવ

અમેરિકામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ખૂબ ઊંચું છે અને જીયો પોલિટિકલ તણાવને કારણે નબળા વૈશ્વિક વિકાસને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઓપેક અને ઓપેક+ દેશોએ તેમના ક્રૂડ ઉત્પાદનમાં કાપને પાછો લેવાના તેમના નિર્ણયને બે મહિના માટે આગળ વધાર્યો છે. આના કારણે કાચું તેલ સસ્તું થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ

Tax Rule Changes: આવકવેરો, STT, TDS રેટ, આધાર કાર્ડ અંગે 1 ઓક્ટોબર 2024થી આ નિયમો બદલાઈ જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget