શોધખોળ કરો

PNB ગ્રાહકો માટે મોટું એલર્ટ: આવતીકાલથી આ બેંક ખાતાઓ કાયમ માટે બંધ થઈ જશે!

PNB account closure: છેલ્લા 3 વર્ષથી શૂન્ય બેલેન્સ અને નિષ્ક્રિય પડેલા ખાતાઓ પર 16 એપ્રિલથી બેંક આકરી કાર્યવાહી કરશે; તમારું ખાતું બચાવવા માટે તાત્કાલિક આટલું કરો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PNB 16 એપ્રિલથી નિષ્ક્રિય ખાતાઓ બંધ કરશે.
  • 3 વર્ષથી વ્યવહાર ન થયો, બેલેન્સ શૂન્ય ખાતાઓ બંધ.
  • છેતરપિંડી રોકવા e-KYC ફરજિયાત કરવામાં આવી.
  • ખાતું બચાવવા શાખાની મુલાકાત, e-KYC કરાવો.

PNB account closure: જો તમારું બેંક એકાઉન્ટ પણ પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. બેંકે તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ અને ચેતવણી જારી કરી છે, જે મુજબ આવતીકાલથી એટલે કે 16 એપ્રિલથી બેંક અમુક ખાતાઓ હંમેશા માટે બંધ કરવા જઈ રહી છે. જે બેંક ખાતાઓમાં છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) થયો નથી અને જેનું બેલેન્સ શૂન્ય છે, તેવા તમામ નિષ્ક્રિય ખાતાઓ પર બેંક તાળું મારી દેશે. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે બેંકે આ કડક નિર્ણય લીધો છે.

કયા ખાતાઓ પર લટકી રહી છે તલવાર?

બેંક લાંબા સમયથી ધૂળ ખાતા નિષ્ક્રિય (Dormant) એકાઉન્ટ્સ પર સફાયો બોલાવવાની તૈયારી કરી રહી છે. નિયમ મુજબ:

જે ખાતાઓમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ રૂપિયાની લેવડ દેવડ નથી થઈ.

જે ખાતાઓમાં બેલેન્સ બિલકુલ શૂન્ય (0) છે.

જે ખાતાઓ પહેલાથી જ નિષ્ક્રિય સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, બેંકે સ્પષ્ટ કર્યું છે કે દરેક ગ્રાહક માટે e KYC પૂર્ણ કરવું ફરજિયાત છે. જો તમે નિયમોનું પાલન કરીને e KYC નહીં કરાવો, તો પણ તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે.

તમારું ખાતું બંધ થતું કેવી રીતે અટકાવશો?

જો તમે ઈચ્છતા હોવ કે તમારું ખાતું બંધ ન થાય અને રાબેતા મુજબ ચાલુ રહે, તો ગભરાવાની જરૂર નથી, બસ આટલું કરો:

તમારા જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે) લઈને તમારી નજીકની PNB શાખાની મુલાકાત લો.

ત્યાં જઈને બેંકના અધિકારી પાસે તમારી e KYC ની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરાવી લો.

e KYC કરાવવાની સાથે જ, તમારા ખાતામાં થોડા પૈસા જમા કરાવી દો, જેથી તમારું એકાઉન્ટ શૂન્ય બેલેન્સવાળું ન રહે અને ફરીથી એક્ટિવ થઈ જાય.

બેંકે આવો આકરો નિર્ણય કેમ લીધો?

તમને પ્રશ્ન થતો હશે કે બેંક અચાનક ખાતાઓ કેમ બંધ કરી રહી છે? હકીકતમાં, બેંકના રેકોર્ડમાં એવા હજારો ખાતાઓ છે જેમાં વર્ષોથી કોઈ વ્યવહાર થયો નથી અને બેલેન્સ શૂન્ય છે. આવા લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા ખાતાઓનો ઉપયોગ સાયબર ગઠિયાઓ છેતરપિંડી કે ગેરકાયદેસર કામો માટે કરી શકે છે. આવા ખાતાઓ ફ્રોડ માટે સરળ ટાર્ગેટ બની જાય છે, તેથી ભવિષ્યમાં થનારી કોઈ મોટી છેતરપિંડીને રોકવા અને ગ્રાહકોના હિતને સુરક્ષિત રાખવા બેંકે આ આગોતરું પગલું ભર્યું છે.

Frequently Asked Questions

PNB દ્વારા કયા પ્રકારના એકાઉન્ટ્સ બંધ કરવામાં આવી રહ્યા છે?

PNB એવા એકાઉન્ટ્સ બંધ કરી રહી છે જેમાં છેલ્લા 3 વર્ષથી કોઈ નાણાકીય વ્યવહાર થયો નથી અને બેલેન્સ શૂન્ય છે. જો e KYC પૂર્ણ નહિ થાય તો પણ એકાઉન્ટ બંધ થઈ શકે છે.

PNB એકાઉન્ટ બંધ થતું અટકાવવા માટે શું કરવું જોઈએ?

તમારું એકાઉન્ટ બંધ થતું અટકાવવા માટે, નજીકની PNB શાખાની મુલાકાત લઈને e KYC કરાવો અને ખાતામાં થોડા પૈસા જમા કરાવો.

PNB દ્વારા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે?

સાયબર ગઠિયાઓ દ્વારા છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નિષ્ક્રિય ખાતાઓનો દુરુપયોગ રોકવા માટે બેંકે આ નિર્ણય લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget