શોધખોળ કરો

RBI Action on Bank: આ બેન્ક પર RBIની મોટી કાર્યવાહી, ગ્રાહકો ખાતામાંથી નહી ઉપાડી શકે પૈસા

RBI Action on Bank: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) બેન્કોની કામગીરીના હિસાબ રાખે છે

RBI Action on Banks: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) બેન્કોની કામગીરીના હિસાબ રાખે છે. તાજેતરમાં આરબીઆઈએ મહારાષ્ટ્રની શિરપુર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેન્ક સામે કાર્યવાહી કરી અને સોમવારે બેન્કની પૈસા ઉપાડવાની સેવાઓ પર પ્રતિબંધ મુક્યો હતો. સેન્ટ્રલ બેન્કે બેન્કની આર્થિક સ્થિતિને જોતા આ પગલું ભર્યું છે. આરબીઆઈના આ આદેશ બાદ ગ્રાહકોને બેન્કમાં કોઈપણ કરન્ટ એકાઉન્ટ અથવા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની છૂટ નથી. જોકે, ગ્રાહકોને ખાતામાંથી લોનની રકમ જમા કરાવવાની પરવાનગી મળી રહી છે.

 રિઝર્વ બેન્કે આ વાત કહી

મહારાષ્ટ્રની શિરપુર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેન્ક સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપતા રિઝર્વ બેન્કે કહ્યું કે હવે બેન્કને કોઈપણ પ્રકારની નવી લોન આપવાની મંજૂરી નથી. આ સાથે બેન્ક હાલમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરી શકશે નહીં. આ સાથે હાલમાં બેન્ક આરબીઆઈની પરવાનગી વિના તેની કોઈપણ સંપત્તિ વેચી અથવા ટ્રાન્સફર કરી શકતી નથી. બેન્કમાંથી પૈસા ઉપાડવા પરનો પ્રતિબંધ 8 એપ્રિલ, 2024થી આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.

ગ્રાહકોને કેટલી અસર કરશે?

જે ગ્રાહકોએ શિરપુર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેન્કમાં નાણાં જમા કર્યા છે તેઓ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ રૂ. 5 લાખ સુધીની રકમનો દાવો કરી શકે છે. આવી સ્થિતિમાં જે ગ્રાહકોના ખાતામાં 5 લાખ રૂપિયા સુધીની રકમ જમા છે તેઓ તેમના સંપૂર્ણ પૈસા મેળવી શકે છે. બેન્ક પર લાદવામાં આવેલા પ્રતિબંધ અંગે માહિતી આપતા રિઝર્વ બેંકે કહ્યું છે કે આ પગલાને લાયસન્સ રદ કરવા જેવું ન ગણવું જોઈએ અને બેન્કની નાણાકીય સ્થિતિ સુધારવા માટે રિઝર્વ બેન્કે આ કાર્યવાહી કરી છે.

 RBIએ IDFC ફર્સ્ટ બેન્ક અને LIC હાઉસિંગ ફાઇનાન્સ પર દંડ લગાવ્યો છે

તાજેતરમાં રિઝર્વ બેન્કે EDFC ફર્સ્ટ બેન્ક અને LIC હાઉસિંગ ફાઇનાન્સ સામે કડક કાર્યવાહી કરી છે અને બંને પર દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે IDFC ફર્સ્ટ બેન્ક પર 1 કરોડ રૂપિયા અને LIC હાઉસિંગ ફાઇનાન્સ પર 49.70 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત બેન્કે ચાર NBFC એટલે કે ઉત્તર પ્રદેશની કુંડલ્સ મોટર ફાઇનાન્સ, તમિલનાડુની નિત્યા ફાઇનાન્સ, પંજાબની ભાટિયા હાયર પરચેઝ અને હિમાચલ પ્રદેશની જીવનજ્યોતિ ડિપોઝિટ અને એડવાન્સિસનું એનબીએફસીની નોંધણી રદ કરી છે. હવે આ ચાર NBFC બિઝનેસ નહીં કરે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget